Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સામાન્ય વ્યવહારમાં જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહ દોષયુક્ત છે તથા ગ્રહની શાંતિ જરૂરી છે, તેમ આપણે સંભાળતા હોઈએ છીએ. જાતકો પણ પોતાની જન્મકુંડળીના ગ્રહદોષોને લઈને મૂંઝવણ અનુભવતા હોય છે કે ગ્રહ શાંતિ માટે યોગ્ય પાઠ કયા? મહદઅંશે જાતકોએ ગ્રહ શાંતિ માટે અન્યોના આશરે રહેવું પડતું હોય છે, પોતે પણ ગૂંચવણ અનુભવતા હોય છે. જન્મકુંડળીમાં મારક અને બાધક ગ્રહો વિશેષ દોષ આપે છે, લગ્નેશ સાથે બાધક અને મારક ગ્રહોની યુતિ થતાં જાતક જીવનમાં સતત ઉપેક્ષા અને તકલીફોથી ઘેરાયેલો રહે છે.

દ્રઢ કર્મના કારણે જન્મકુંડળીમાં દોષ થયાં હોય તેનું સંપૂર્ણ નિવારણ દેવકૃપા વગર શક્ય નથી, તેનો સરળ ઉપાય હાથવગો પણ નથી પરંતુ પશ્ચાતાપ જરૂર હાથવગો છે. જાતકને જયારે ખબર હોય કે પોતાની જન્મકુંડળીમાં દોષો છે, તેનું મૂળ કારણ દ્રઢ કર્માવરણ છે ત્યારે જાતકે પોતે કર્મક્ષય કરવો જોઈએ. જ્યાં સુધી કર્મોનો ક્ષય નથી થતો ત્યાં સુધી જીવ બંધનમાં જીવે છે. અનાયાસે જ અને અનિચ્છાએ પણ તેણે તકલીફોનો ભોગ બનવું પડે છે. જાતકે પોતે જાતે જ ગ્રહજનિત દોષ માટે નિયમિત રીતે દાન, જપ, તપ અને પૂજા કરવા જોઈએ. આમ થવાથી ગ્રહજનિત તકલીફોમાં તેને રાહત અને સાંત્વન જરૂર મળે છે. જીવનમાં શાંતિ અને સુખનો અનુભવ થાય છે.

નીચે દોષકારક ગ્રહ અને સામે પઠન કરવાના સ્ત્રોત્રની નોધ આપી છે, જો આ ગ્રહ દોષકર્તા હોય તો નીચે આપેલ સ્ત્રોત્રનું પઠન લાભદાયી છે:

ચંદ્ર: શિવમહિમ્ન સ્ત્રોત્ર: કુંભ અને મકર લગ્નના જાતકો માટે શાંતિ બક્ષનાર.

મંગળ: અંગારક સ્ત્રોત્ર: કન્યા અને મિથુન લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

બુધ: વિષ્ણુ સહસ્ત્રનામ: સ્વયં પરાશર ઋષિએ જેનો ઉલ્લેખ પરાશર હોરામાં કરેલ છે, મેષ અને વૃશ્ચિક લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

ગુરુ: દત્તબાવની: પ્રભાવશાળી અને તરત પીડા દૂર કરનાર સ્ત્રોત્ર, તુલા અને વૃષભ લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

શુક્ર: લલિતા સહસ્ત્રનામ: માતાજીની ઉપાસના માટે પરમ ફળદાયી, ધન અને મીન લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

શનિ: સુંદરકાંડ, હનુમાન ચાલીસા: ખુબ પ્રચલિત અને આશ્ચર્યકારક સુખદાયી પરિણામો આપે છે, તરત વિઘ્ન દૂર થાય છે. કર્ક અને સિંહ લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

સૂર્ય: આદિત્ય હૃદય અને સૂર્ય સહસ્ત્રનામ: આદિત્ય હૃદયનો ઉલ્લેખ રામાયણમાં આવે છે, સૂર્ય સહસ્ત્રનામ પરમ પ્રભાવી છે, પંદરીયા યંત્ર સાથે આ સ્રોત વાંચતા તત્કાળ રોગમુક્તિ થાય છે. કુંભ અને મકર લગ્નના જાતકો જો સૂર્યથી પીડિત હોય તો આ સ્ત્રોત્ર વાંચવા જોઈએ.

રાહુ અને કેતુ દૈત્ય ગ્રહો હોઈ તેની સ્તુતિને બદલે જગદગુરુ શિવની સ્તુતિ કરવી જોઈએ.

આજે અહી જાતકોએ કયા ગ્રહના દોષ માટે કયા સ્ત્રોત્ર અથવા સ્તુતિ વાંચવા જોઈએ તેની નોંધ આપી છે. મનુષ્ય પોતે પોતાના કર્મક્ષયની ભાવના સાથે આ સ્ત્રોત્રનું પઠન કરે તો તેને સુખ અને શાંતિ મળે છે. આ સ્ત્રોત્ર સરળ હોવા છતાં ખૂબ પ્રભાવશાળી અને સુખદાયી અનુભુત થયા છે. જે-તે સ્ત્રોત્રના ઇષ્ટદેવને ધ્યાનમાં લઈને નિયમિત રીતે આ સ્ત્રોત્રનું પઠન કરવું જોઈએ. દક્ષિણ ભારતમાં એક ખ્યાતનામ વિદ્વાન જ્યોતિષી થઇ ગયા, ઘણા વર્ષે અમને જાણવા મળેલું કે તેમના દાદાજીએ ગાયત્રી મંત્રના અનેક અનુષ્ઠાન અને ૧ કરોડથી પણ વધુ જપ કર્યા હતા, જેના પૂર્ણ આશિષ અને પ્રભાવ આ જ્યોતિષ વિદ્વાનને મળેલ હતાં.

પ્રાચીન સ્ત્રોત્રના રચયિતા મોટેભાગે ઋષિઓ જ છે, જ્યાં ઋષિ નથી ત્યાં કોઈ ભક્તે સ્ત્રોત્રની રચના કરી છે. મનુષ્યના જીવનમાં વિઘ્ન તો રહેવાના જ છે, સુખની જેમ દુઃખ પણ જીવનનો જ ભાગ છે. પરંતુ સામાન્ય મનુષ્યોનું મન તકલીફોથી ગ્રસિત થઇ શાંતિ છીનવાઈ ના જાય તે માટે ઋષિમુનિઓ દ્વારા જનહિત માટે કાળક્રમે સ્ત્રોત્રની રચના થયેલ છે. કોઈ વિદ્વાને કહ્યું છે કે, જ્ઞાન અલ્પ હોઈ શકે પણ શ્રદ્ધા તો પૂર્ણ જ જોઈએ.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS