Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નિએ કર્મફળ દાતા ગ્રહ છે, સાથેસાથે જન્મકુંડળીમાં મનુષ્યના કર્મનું પરિણામ પણ દર્શાવે છે. આજના સમયમાં પોતાનું મકાન બને અને પોતાના મકાનનું સુખ ફળે એ કોને ના ગમે? ઘણીવાર જાતકને મકાન મળી જાય છે, પરંતુ તે મકાન તેને ફળતું નથી. બીજા અર્થમાં મકાન લીધા પછી જાતકની આર્થિક, શારીરિક અને સામાજિક સ્થિતિ સુધારતી નથી અને ઊલટાની બગડતી હોય તેવું લાગે છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો લાલ કિતાબ અનુસાર શનિનું સ્થાન મકાનના સુખ માટે સૂચક છે. ઘરના સભ્યમાં જેની જન્મકુંડળીમાં શનિની સ્થિતિ સારી હોય તેના નામે મકાન લેવાથી મકાનનું સુખ ફળે છે. આજે આપણે જન્મકુંડળીમાં બારેય સ્થાને રહેલો શનિ ગ્રહ મકાનના સુખમાં શું ફળ આપે છે તે જોઈશું.

શનિ પ્રથમ ભાવે: અહી શનિ પોતાની રાશિમાં કે મિત્ર રાશિમાં હોય તો જ જાતકને મકાન ફળે. શત્રુ રાશિમાં શનિ હોય તો આવા જાતકે મકાન પોતાના નામે ના લેવું હિતકર રહેશે. અન્યથા આ શનિ પ્રતિકુળ થઇ જાતકની આર્થિક સ્થિતિ નબળી કરી નાખે છે.

શનિ દ્વિતીય ભાવે: જાતકને મકાનનું સુખ મધ્યમ મળે છે. મકાન પોતાના નામે બને તો ફળે છે. પરંતુ દ્વિતીય ભાવે શનિ હોઈ, ખાસ શનિવારે ભૂલથી પણ માથામાં તેલ ન નાખવું જોઈએ. શનિવારે માથામાં તેલ નાખવાથી શનિની માઠી અસર થાય છે.

શનિ તૃતીય ભાવે: અહી શનિ આર્થિક સ્થિતિ નબળી કરે છે, જાતકે પોતાની તમામ પૂંજી મકાનમાં લગાવી દીધી હોય છે. શ્વાન પાળવાથી જાતકની ગરીબી દૂર થાય છે અને મકાનનું સુખ ઉત્તમ રહે છે.

શનિ ચતુર્થ ભાવે: મકાનના સુખ બાબતે શનિને ચતુર્થ ભાવે ઘણો અશુભ ગણ્યો છે. કાલપુરુષ કુંડળીમાં અહી ચંદ્રની રાશિ પડતી હોવાથી ચતુર્થ ભાવે શનિ હોય અને જાતક જીવન દરમિયાન મકાન બનાવે તો તેના મકાનના બાંધકામ દરમિયાન માતા, દાદી કે મોસાળ પક્ષમાં તકલીફો શરુ થઇ જાય છે. માતાના સ્વાસ્થ્ય માટે આ યોગ ખુબ દુષ્કર છે.

શનિ પંચમ ભાવે: શનિ પાંચમા ભાવે સંતાન ખાઈ જતો સાપ છે, જાતક જયારે મકાન બનાવે છે ત્યારે તેના સંતાન પર આ મકાનનો ખરાબ પ્રભાવ આવે છે. આ જાતકે શનિની ચીજો (જેમકે કાળા અડદ) નું દાન કરીને ત્યારબાદ જ મકાન બનાવવું જોઈએ. મોટી ઉમરે ૪૮ વર્ષ પછી મકાન ફળે અથવા જાતકે હાનિ ટાળવા પોતાના સંતાનના નામે મકાન લેવું જોઈએ.

શનિ ષષ્ટ ભાવે: શનિ છઠા ભાવે હોય તો ૩૬માં વર્ષ પછીના બે ત્રણ વર્ષમાં મકાન લઇ લેવું જોઈએ. મોટી ઉમરે બીજું મકાન લો તો જાતકની દીકરીને કષ્ટ આપે છે.

શનિ સપ્તમ ભાવે: શનિ સપ્તમ ભાવે મકાન માટે શુભ ફળ આપે છે, પરંતુ આ શનિ કર્ક કે સિંહ રાશિમાં ના હોવો જોઈએ. અન્ય રાશિઓમાં શનિ મધ્યમથી શુભ ફળ આપે છે. જાતકને જૂનું મકાન મળે છે અને તેના ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે.

શનિ અષ્ટમ ભાવે: શનિ આઠમે હોય, તો મદ્યપાન કે માંસાહાર વ્યક્તિની બર્બાદી ખેંચી લાવે છે. અહી શનિ હોય તો મકાન ફળતું નથી. જાતકનું મકાન બનતાની સાથે તેને શારીરિક વ્યાધિઓ શરુ થઇ જાય છે. આશી શનિ શુભ હોય તો જ મકાન બનાવવું અન્યથા ઘરના બીજા સભ્યના નામે મકાન લેવું સલાહભર્યું રહેશે.

શનિ નવં ભાવે: શનિ નવમે ભાવે હોય તો જાતકને મકાનનું સુખ ઉત્તમ રહે છે, પરંતુ જાતકની સ્ત્રી ગર્ભવતી હોય ત્યારના સમયે મકાન ના લેવું જોઈએ. અન્યથા મકાનનો યોગ ખરાબ પરિણામ આપે છે. જાતકના જીવન દરમિયાન ત્રણ મકાન બને છે. ત્રીજું મકાન મોટી ઉમરે જ લેવું જોઈએ.

શનિ દસમ ભાવે: શનિ દસમ ભાવે હોય તો જાતકને પોતાના પૈસે મકાન બનાવવામાં કષ્ટ પડે છે. મકાન બન્યાં પછી આર્થિક સ્થિતિ નબળી રહે છે. આથી અહી જાતકે લોન કે હપ્તેથી જ મકાન લેવું સલાહભર્યું રહેશે. પોતાના પૈતૃક સંબંધીઓ પાસેથી મકાન લેવાથી પણ આ દોષ ટાળી શકાય છે.

શનિ અગિયારમા ભાવે: શનિ લાભ ભાવે હોય તો મકાન બનવાના યોગો સારા રહે છે. શરત એ છે કે દક્ષિણનો દ્વારના હોવો જોઈએ. ૫૫માં વર્ષ પછી મકાન બંધાય તો ઉત્તમ રહે છે. મોટી ઉમરે મકાન ખૂબ લાભ આપે છે.

શનિ બારમાં ભાવે: શનિ બારમે હોય તો મકાન બનાવાનો ઉત્તમ યોગ રચાય છે. શનિ બારમે હોય તે જાતક આસાનીથી મકાન બનાવી લે છે. આ જાતકને મકાન બનાવવામાં કોઈ મોટું વિઘ્ન આવતું નથી અને મકાન ફળદાયી રહે છે. મકાનનો યોગ જયારે પણ જાગ્રત થાય તેને તરત અપનાવી લેવો જોઈએ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS