Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ચૈત્ર માસનું ભારતીય સંવત્સરની દ્રષ્ટિએ અધિક મહાત્મ્ય છે. આ માસમાં ભારતીયોના આરાધ્ય રામનો જન્મ છે, ઝૂલેલાલનો જન્મ છે, મહાવીરનો જન્મ છે,  સ્વામીનારાયણનો જન્મ છે, વલ્લભાચાર્યનો જન્મ છે, હનુમાનજીનો જન્મ છે. મહાશક્તિના આશીર્વાદ સાથે જન્મ લેનાર જગતવિભૂતીઓને જાણે કે જન્મ લેવા ચૈત્ર જ યોગ્ય લાગ્યો છે..

બ્રહ્માંડીય અણુ ઊર્જામાં આ મહિનાના દિવસોમાં, ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના દિવસોમાં અલગ જ પ્રાણસંચાર અનુભવાતો હોય છે. જેના સારા ઉપયોગ દ્વારા વ્યક્તિગત ધોરણે પણ લાભ લઇ શકાય છે. ચૈત્ર નવરાત્ર નિમિત્તે બારેય રાશિના જાતકોને માટે વિશેષ જાણકારી અહીં આપીએ છીએ.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન રાશિ પ્રમાણે નીચે મુજબ ઉપાસના કરવાથી રાશિવાર વિશેષ લાભ થઇ શકે:

મેષ: મેષ રાશિના જાતકોએ લાલ રંગનું કપડું પાથરી ઘટસ્થાપન કરવું જોઈએ, મેષ રાશિનો માલિક મંગળ હોઈ, સ્કંદની માતાના સ્વરૂપે અર્થાત સ્કંદમાતાના સ્વરૂપનું ધ્યાન ધરી, ઓમ સ્કંદમાતાયે નમઃ ના જાપ કરવા.

વૃષભ: વૃષભ રાશિના જાતકોએ ચાંદીના જેવા રંગવાળું કપડું પાથરી ઘટસ્થાપન કરવું, આદ્યશક્તિ સ્વરૂપ, સિંહ પર આરૂઢ માતા ચંદ્રઘંટાનું ધ્યાન કરવું, સફેદ રંગનું  કપડું પાથરી ઘટસ્થાપન કરવું, ઓમ માતા ચંદ્રઘંટાયે નમઃ મંત્રના જાપ કરવા.

મિથુન: મિથુન રાશિના જાતકોએ માતાજીના લક્ષ્મી સ્વરૂપનું ધ્યાન ધરવું, લક્ષ્મી પંચમીના દિવસે ઉપવાસ અને માતાજીની ઉપાસના કરવી, ઓમ શ્રીં દેવી મહાલક્ષ્મ્યે નમઃ ના જાપ કરવા.

કર્ક: કર્ક રાશિના જાતકોએ માતાજીના શૈલપુત્રી સ્વરૂપનું ધ્યાન ધરવું, એકમના દિવસે ઉપવાસ અને માતાજીની ઉપાસના કરવી, ઓમ શ્રીં દેવી શૈલપુત્ર્યે નમઃ ના જાપ કરવા.

સિંહ: સિંહ રાશિના જાતકો સૂર્યશાસિત હોય છે, માતાજીનું કુષ્માંડા સ્વરૂપ સૂર્ય સ્વરૂપને પ્રગટ કરે છે, આ રાશિના જાતકોએ માતાજીના કુષ્માંડા સ્વરૂપનું ધ્યાન કરવું, ઓમ દેવી કુષ્માંડાયે નમઃ ના જાપ કરવા.

કન્યા: કન્યા રાશિના જાતકોએ દેવીના મહાગૌરી સ્વરૂપનું ધ્યાન ધરવું, ઓમ મહાગૌરીયે નમઃ મંત્રના જાપ કરવા. માતાજીના મહાગૌરી સ્વરૂપને લીલા રંગની ચૂંદડી અર્પણ કરવી.

તુલા: તુલા રાશિના જાતકોએ આદ્યશક્તિ સ્વરૂપ, સિંહ પર આરૂઢ માતા ચંદ્રઘંટાનું ધ્યાન કરવું, સફેદ રંગનું  કપડું પાથરી ઘટસ્થાપન કરવું, ઓમ માતા ચંદ્રઘંટાયે નમઃ મંત્રના જાપ કરવા.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોએ તપોસ્વરૂપ માતાજી બ્રહ્મચારિણીનું ધ્યાન ધરવું. કુમકુમ જેવા રંગવાળું કપડું પાથરી ઘટસ્થાપન કરવું, ઓમ માતાબ્રહ્મચારિણ્યે નમઃ મંત્રના જાપ કરવા.

ધન: ધન રાશિના જાતકોએ હળદર જેવા રંગવાળું કપડું પાથરી ઘટસ્થાપન કરવું, માતાજીના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવી અને ધ્યાન ધરવું, ઓમ દેવી કાત્યાયન્યે નમઃ ના જાપ કરવા.

મકર:મકર રાશિના જાતકો શનિદેવ શાસિત છે, આ જાતકોએ માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરવી, આ સ્વરૂપ દેવી મહાકાળીને મળતું આવે છે, ઓમ દેવી કાલરાત્ર્યે નમઃ ના જાપ કરવા.

કુંભ: કુંભ રાશિના જાતકો શનિદેવશાસિત છે, આ જાતકોએ માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરવી, નવરાત્રિ દરમિયાન સપ્તમીતિથિએ વિશેષ પૂજા કરવી, ઓમ દેવી કાલરાત્ર્યે નમઃ ના જાપ કરવા.

મીન: મીન રાશિના જાતકો ગુરુ ગ્રહ શાસિત છે, માતાજીના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવી અને ધ્યાન ધરવું, ઓમ દેવી કાત્યાયન્યે નમઃ ના જાપ કરવા. માતાજીને પીળા રંગની ચૂંદડી અને પરિધાન અર્પણ કરી શકાય.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS