Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રોગો માનવજીવનમાં દુશ્મનથી ઓછો ભાગ નથી ભજવતા, રોગો આવી પડે તો મનુષ્ય જીવનની આવરદા તો ઓછી થાય જ છે પરંતુ મનુષ્ય માનસિક રીતે પણ નિર્બળ બની જાય છે, જીવન ભારરૂપ લાગવા લાગે છે.

grah_nakshatraરોગનો પ્રકાર રાશિ અને ભાવ પર આધારિત રહે છે, ઘણીબધી જન્મકુંડળી તપાસ્યા પછી લગ્ન સ્થાન અને લગ્નેશ ગ્રહ જીવનમાં શારીરિક સુખાકારી માટે ખૂબ અગત્યના જણાયા છે.

બીજું અને સાતમું સ્થાન- મારક ગ્રહો તથા બાધક સ્થાનનો અધિપતિ ગ્રહ જો પાપ ગ્રહ બનતો હોય, અર્થાત શનિ અને મંગળ બનતા હોય અને લગ્નેશ પર દ્રષ્ટિ કરતા હોય તો જાતકનું જીવન અવારનવાર આવી દૈહિક યાતનાઓથી અચૂક પીડાય છે, દૈહિક અને આર્થિક નુકસાની ભોગવવી પડે છે. છટ્ઠા સ્થાનનો અધિપતિ ગ્રહ જો લગ્નેશ સાpanch-tatva-controle-hindi-300x261થે ૬, ૮ કે ૧૨માં સ્થાને બેઠો હોય તો જાતકનું શરીર કૃશ અને રોગોથી ગ્રસિત રહે છે, ઘણીવાર જાતકને પોતાને રોગ છે તેનો ખ્યાલ પણ રહેતો નથી. લગ્નેશ ગ્રહ જે બનતો હોય તેને બળ મળે એ જરૂરી છે, લગ્નેશ ગ્રહના જાપ અને ઉપાસના લાભકારી થાય છે.

જ્યોતિષની દ્રષ્ટિએ જન્મકુંડળીમાં મૂળભૂત તત્વો ચાર છે, અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ. જલતત્વ શરીરના લોહી અને જળ સાથે તથા મગજ સાથે જોડાયેલું છે, અગ્નિતત્વ પાચન શક્તિ સાથે જોડાયેલું છે, પૃથ્વીતત્વ હાડકા અને સ્નાયુઓ સાથે જોડાયેલું છે, વાયુ તત્વ શ્વાસ, પ્રાણ શક્તિ અને વિચારશક્તિ સાથે જોડાયેલ છે. જન્મકુંડળીને જોતાં જો વધુ પડતા ગ્રહો કોઈ એક તત્વમાં ઉપસ્થિત હોય તો જાતકને અન્ય ખાલી રહેલ રાશિઓના તત્વની ઉણપ રહે છે.

agniઅગ્નિ તત્વ: મેષ, સિંહ, ધન રાશિ તથા મંગળ, સૂર્ય ગ્રહ

પૃથ્વી તત્વ: વૃષભ, મકર, કન્યા રાશિ તથા બુધ ગ્રહ

વાયુ તત્વ: મિથુન, તુલા, કુંભ રાશિ તથા શનિ ગ્રહ (ગુરુ ગ્રહ આકાશ તત્વ)

જળ તત્વ: કર્ક, વૃશ્ચિક, મીન રાશિ તથા શુક્ર, ચંદ્ર ગ્રહ

જો જળતત્વની રાશિમાં ગ્રહોની ઉણપ હોય, જળતત્વ ખાલી હોય, જાતક પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકતો નથી, મન દુર્બળ રહે છે, પેશાબ, પ્રમેહ અને જનન સમસ્યાઓ હોઈ શકે, શરીરમાં ચુસ્તીનો અભાવ રહે છે, સ્નાયુના દુખાવા, યાદશક્તિ ઓછી હોઈ શકે, પાણી ચાલ્યું જાય અને ચક્કર આવે તેવી ઘટનાઓ બની શકે.

જો વાયુતત્વની ઉણપ રહે તો, બોલવા સાંભળવામાં તકલીફ, વિચાર શૂન્યતા થઇ શકે, જાતકને ઊંઘ ઓછી આવે છે, શ્વાસ અને દમની vayuસમસ્યાઓ થઇ શકે. રાગ, ભય, દ્વેષ અને મોહ વગેરે માનસિક પ્રતિભાવો અણધાર્યા હોય છે, સમય અને સ્થળ જોતાં નથી.

જો પૃથ્વી તત્વની ઉણપ હોય તો શારીરિક બાંધો નબળો રહે, વાગે તો મટે નહીં, કોઈ પણ બીમારી લાંબી ચાલે છે, હાડકા સંધાતા નથી. વાળ અને ચામડીના દર્દો રહે છે, શરીર પર તેજ જણાતું નથી.

અગ્નિતત્વનો અભાવ હોય તો માથાના ભાગે દર્દ, પાચનશક્તિ નબળી, શરીરમાં પોષક તત્વો શોષાતા નથી, શરીર ભારે હોય છે. આળસ વધે છે અને ઉત્સાહ રહેતો નથી.

જે તત્વની ઉણપ જણાય તે તત્વ મુજબ આહાર વિહારનું આયોજન કરવાથી, શરીરના તત્વમાં વધારો કે ઘટાડો કરી શકાય અને જાતક 5%e0%a4%aa%e0%a5%83%e0%a4%a5%e0%a5%8d%e0%a4%b5%e0%a5%80નિરોગી જીવન અને લાંબુ આયુષ્ય ભોગવી શકે.

મનુષ્ય જીવનમાં મન, શરીર અને આત્મા ત્રણેયનો ફાળો મહત્વનો છે. તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાં રહે છે. અર્થાત ચંદ્ર, લગ્નેશ ગ્રહ, લગ્ન અને સૂર્ય જો ત્રણેય બળવાન હોય તો મનુષ્ય જીવનનો આનંદ ઉત્તમ રીતે માણે છે. રોગને જ્યોતિષની દ્રષ્ટિએ પારખવા સાવ સરળ કાર્ય છે તેવું પણ નથી, મારા અનુભવે કહું તો, મોટા રોગમાં માણસો સપડાય છે ત્યારે બચશે કે નહીં તેવા છેલ્લા પ્રશ્નો જ લોકો જ્યોતિષને પૂછતાં હોય છે, સ્વાભાવિક છે કે આવા પ્રશ્નોનું નિરાકરણ જ્યોતિષની મદદથી લાવવું એક શ્રદ્ધાનો વિષય પણ બની રહે છે. ભય અજ્ઞાનમાંથી પેદા થાય છે, મશહુર જ્યોતિષી એલન લિઓ ના શબ્દોમાં કહીએ તો “WISE MAN RULES HIS STARS & FOOLS OBEY THEM”.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS