Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રેન્દ્ર મોદી સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે. સરકારે ત્રણ વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરી નાંખ્યું છે. મોદી સરકારની ઉપલબ્ધિઓને જાહેર જનતા સમક્ષ લઈ જવાશે. મોદી સરકાર 25 મેથી લઈને 15 જૂન સુધી ઉજવણી કરશે. એક સમાચાર અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુવાહાટીમાં રેલી કરશે, તે પછી તે અન્ય શહેરોની મુલાકાત લશે અને જનતા સાથે સીધી વાતચીત કરશે. જાણવા મળ્યા મુજબ 25 મેથી સરકાર ‘ન્યૂ ઈન્ડિયા’ના નામથી એક નવી કેમ્પેઈન ચલાવશે. ત્રણ વર્ષની ઉજવણી 900 શહેરમાં કરાશે. લોકસભા અને રાજ્યસભાના દરેક પ્રધાન ચાર શહેરમાં જઈને ત્રણ વર્ષની  સિદ્ધિઓને લઈ જશે. સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમ પણ 500 શહેરમાં યોજાશે. પાર્ટી ટેગલાઈન લાવશે ‘દેશ બદલા રહા હૈ’ અથવા ‘ભારત ઉભર રહા હૈ’…

26 મેના રોજ દેશના તમામ ન્યૂઝ પેપરોમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓને ગણાવીને સરકાર જાહેરાત આપશે. ટીવી અને રેડિયોમાં પ્રચાર કરશે. કેબિનેટના તમામ પ્રધાનો 27 અને 28 મેના રોજ મીડિયા સાથે વાતચીત કરશે. જે રાજ્યોમાં ભાજપની પકડ ઢીલી છે, ત્યાં 300થી વધુ મલ્ટી મીડિયા પ્રદર્શન યોજાશે. સરકારની સિદ્ધિઓને પ્રજા સમક્ષ લઈ જવા માટે પણ કેન્દ્ર સરકાર ખર્ચ કરશે, અને આ ખર્ચ પક્ષની નહીં સરકારી તિજોરીના ખર્ચે…

સરકારની સિદ્ધિઓના ગાણા ગાવા પાછળ લાખો કરોડો રૂપિયો ખર્ચો થશે. ખરેખર તો સરકારે શું કામ કર્યું છે, તે તો દેખાઈ જ આવે છે. મોદી સરકારની કામગીરીથી સૌકોઈ વાકેફ છે, કોંગ્રેસ અને વિપક્ષો ટીકા કરે છે, જેમાંથી સરકારને બાકી રહેલા કામની યાદ અપાવે છે, વિપક્ષોની ટીકાને ગંભીરતાથી લેવાની જરૂર છે. પણ હાલ તો વિપક્ષોની ટીકા માત્રને માત્ર રાજકીય પ્રેરિત હોય છે, કોઈ ટીકા દેશના વિકાસ કે દેશના નાગરિક માટે હોતી જ નથી. વિપક્ષોની ટીકા માત્રને માત્ર મોદી ઉપરની હોય છે, ટીકા માટેના વિષયો અને હેતુ ભૂલાયાં છે. મોદી સરકારે તો આર્થિક વિકાસ કર્યો છે, પણ સરકાર આર્થિક સિદ્ધિઓને પ્રજા સમક્ષ લઈ જઈને સરકારનો વિકાસ કરશે. સરકારનો ઉદેશ્ય પણ એ જ છે કે પ્રજા પાસે સરકારની કામગીરીને  લઈને જઈશું તો જ સરકારનો વિકાસ થશે.

આ તો થઈ સરકારી ઉજવણીની વાતો… પણ ખરેખર સરકારે શું મેળવ્યું છે. જનતા સમક્ષ શું લઈને જશે. સરકારે ત્રણ વર્ષમાં સિદ્ધિ મેળવી છે ખરી… આર્થિક વિકાસ કેટલો થયો… મોંઘવારી કયા પહોંચી, વ્યાજના દરની સ્થિતિ, જીએસટીનો અમલ, જીએસટીના અમલ પછી શુ સ્થિતિ સર્જાશે, બેંકોની એનપીએ, બ્લેક મની દેશમાં પાછા લાવવામાં કેટલી પ્રગતિ થઈ, વિજય માલ્યા પાસેથી નાણા વસૂલાશે કે કેમ… આતંકવાદ મુદ્દે સરકારનું વલણ, વિદેશ નીતિ, પાકિસ્તાન વારંવાર સરહદ પર સંઘર્ષ વિરામનો ભંગ કરી રહ્યું છે, પાકિસ્તાને આપણા જવાનો સાથે બર્બરતા આચરી તે મુદ્દે સરકાર વલણ સ્પષ્ટ કરે, પાકિસ્તાનને વળતો જવાબ કયારે અપાશે, જમ્મુકશ્મીરમાં લશ્કરના જવાનો પર પથ્થરમારો, જમ્મુકશ્મીરની પ્રવાહી સ્થિતિ, નોટબંધી પછી રોકડની સમસ્યા હળવી થઈ નથી, સરકારી યોજનાઓની પ્રગતિ વગેરે બાબતોનો સરકારે ઘટસ્ફોટ કરવો પડશે. તો જ જનતાને ખબર પડશે કે મોદી સરકારના ત્રણ વર્ષના લેખાંજોખાં શું છે.

મોદી સરકારની આર્થિક સિદ્ધિનું છેલ્લું અપડેટઃ

–  આરબીઆઈનો રીપોર્ટ જાહેર થયો છે. રાજ્યોની આર્થિક સ્થિતિ નબળી થઈ હોવા અંગે ચિંતા વ્યકત કરાઈ છે. સાતમાં વેતન પંચના અમલથી સરકારની તિજોરી પર મોટો આર્થિક બોજો આવ્યો છે.
– આરબીઆઈના રીપોર્ટ અનુસાર દેવા માફીથી રાજ્યો અને દેશની નાણાકીય ખાધમાં વધારો થયો છે.
– જીડીપીની સરખામણીએ ગ્રોસ ફિસ્કલ ડેફેસિટ 10 વર્ષમાં પહેલી વાર 3 ટકાની ઉપર નીકળી ગઈ છે.
– આરબીઆઈનું માનવું છે કે જીએસટી લાગુ થયા પછી રાજ્યોની આર્થિક હાલતમાં સુધારો આવશે
– આઈટી સેકટર ભારતમાં છટણી કરી રહ્યું છે, અને અમેરિકામાં નવી ભરતી કરી રહ્યું છે
– અમેરિકાએ H1B વિઝા મામલે નવા નિયમો આકરા કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી સ્થાનિકોને નોકરી અને દેશના નાગરિકને વધુ મહત્વ અપાયું છે, આથી ભારતીય આઈટી કંપનીઓ મુશ્કેલીમાં આવી છે.
– એપ્રિલમાં રીટેઈલ મોંઘવારી દર ઘટી 2.99 ટકા આવ્યો છે.
– માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર વધી 2.7 ટકા આવ્યો છે
– એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટી 3.85 ટકા આવ્યો
– ડૉલર સામે રૂપિયો સુધરીને 64.30 રહ્યો છે
– બમ્પર ઉત્પાદનથી ખાદ્ય તેલોના ભાવ ઘટ્યા
– વિદેશી હૂંડિયામણની અનામત 5 મેના રોજ વધી 375.71 બિલિયન ડૉલર વિક્રમજનક સપાટીએ પહોંચી છે
– ગોલ્ડ રીઝર્વ પણ વધી 20.438 બિલિયન ડૉલર પર પહોંચ્યું છે.
– કેન્દ્ર સરકારની ઉજ્જવલ ડિસ્કોમ ઈન્સ્યોરન્સ યોજનાને કારણે નાણાકીય સ્થિતિ પર વિપરીત અસર પડી છેઃ આરબીઆઈ
– કેન્દ્ર સરકાર બેંકોની એનપીએને નાબૂદ કરવા માટે પ્રયત્નો કરી રહી છે. હાલમાં વટહૂકમ દ્વારા બેંકિંગ રેગ્યુલેશનમાં ફેરફાર કર્યા છે. જેનાથી રેટિંગ એજન્સીઓ ખુશ થઈ છે અને સરકારના આ પગલાંને વખાણ્યું છે.
– જીડીપી વૃદ્ધિ દરને મામલે હજી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ સંતોષજનક સ્થિતિમાં નથી.
– પહેલી જુલાઈથી જીએસટીનો અમલ થશે, તે પછી જીડીપી ગ્રોથ રેટ વધશે, તેવો સરકારનો દાવો છે


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS