Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયાં છે, જેમાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. સ્પષ્ટ બહુમતી કરતાં વધુ બેઠકો મળી છે. જેને પગલે મોદી સરકારને જનતાનું સમર્થન છે, તે સાબિત થાય છે. મોદીની ભવ્ય જીતને શેરબજાર, ફોરેક્સ માર્કેટ અને વિશ્વના આર્થિક જગતના નિષ્ણાતોએ વધાવી છે. તેની પાછળ અનેક કારણો રજૂ થઈ રહ્યાં છે, અને તારણો પણ… પ્રશ્ન એ છે કે ભાજપની ભવ્ય જીત એ ભારતના અર્થતંત્રને નવું જોમ પુરું પાડશે ખરી…?

ગોવામાં પણ ભાજપે સરકાર રચવાનો દાવો કરી દીધો છે. મનોહર પારિકર ગોવાના સીએમ પદે શપથ લેશે. એટલે કે પાંચ સ્ટેટમાંથી 3 સ્ટેટમાં ભાજપની સરકાર રચાશે. મણિપુરમાં સ્પષ્ટ બહુમતી નથી, જેથી ખેંચતાણ ચાલે છે.

પાંચ રાજ્યોમાં ચૂંટણી પત્યા પછી અને ઉત્તરપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત પછી હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. યુપીના જીતનો જશ્ન ગુજરાતમાં ભાજપ એનકેશ કરી લેશે, રાજ્ય ચૂંટણીપંચે તમામ ક્ષેત્રે તૈયારીઓ આરંભી દીધી છે. આ તો ગુજરાતની વાત થઈ… પણ 2019માં પણ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની નક્કી થઈ ગઈ છે અને 2019માં પણ લોકસભાની ચૂંટણી ભાજપ જીતશે અને તે પણ સ્પષ્ટ બહુમતી સાથે… આગામી પાંચ વર્ષ ફિક્સ કરી દીધાં છે, યુપી અને ઉત્તરાખંડની જીતે.

મોદી સરકારની ભવ્ય સફળતાને શેરબજારે વધાવી છે. માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો અને નિફટી ઉછળી 9122 લાઈફ ટાઈમ હાઈ થયો. ડૉલર સામે રૂપિયો 40 પૈસાના રેકોર્ડ ઉછાળા સાથે ખુલ્યો અને એક વર્ષની હાઈ પર ટ્રેડ થયો. મોદી(ભાજપ)ની જીતને શેરબજારોએ તો વધાવી, તેની સાથે વિશ્વના આર્થિક જગતના નિષ્ણાતો પણ હવે મોદીની વાહવાહી કરવાની પંગતમાં આવી ગયાં છે. જે અમેરિકા, ચીન અને પાકિસ્તાન ભારત વિરુદ્ધ કોમવાદના નામે ઝેર ઓકી રહ્યાં હતા, તેઓ પણ ભાજપની જીતથી શાંત પડશે. હવે તેઓ મોદી સરકારનો વિરોધ નહીં કરી શકે. ભારતમાં ભાજપ સરકારને જનસમર્થન છે તે વાત તેમણે સ્વીકારવી જ પડશે.

ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠકોમાંથી 325 બેઠકો પર જીત મેળવવી કાંઈ સહેલી નથી. અને સાથે ઉત્તરાખંડમાં પણ સ્પષ્ટ બહુમતી મળી. જેને પગલે હવે મોદી સરકારને રાજ્યસભામાં પુરેપુરું જનસમર્થન મળે તેવી સ્થિતિ સર્જાશે. રાજ્યસભાની ચૂંટણી થશે, ત્યાર પછી રાજ્યસભામાં ભાજપની બેઠકો વધશે. આર્થિક સુધારાના ખરડા વધુ સરળતાથી પાસ કરાવીને સમયસર અમલી બનાવી શકશે. જેને પગલે જ બજારોમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. પણ મોદી સરકારે હવે વધુ નીડરતાથી અને યોગ્ય દિશામાં પગલાં ભરવાની અને કામ કરવાની જરૂર છે. જનતાનો સાથ લઈને જો નિર્ણયો લેવાશે તો ભારત વધુ આર્થિક પ્રગતિના નવા સોપાનો સર કરશે તેમાં કોઈ મીનમેખ નથી.

 

ભાજપની જીતને વધામણાં પછી હવે શું ?

– ભાજપની રાજ્યસભામાં બેઠકો વધશે, આર્થિક સુધારાના બિલો વધુ ઝડપથી પસાર કરી શકાશે
– રાજ્યસભામાં ભાજપની બહુમતી થશે તો રાજકીય સ્થિરતા ઉભી થશે
– રાજકીય સ્થિરતાને પગલે વિદેશી રોકાણમાં અનેકગણો વધારો થશે
– મોદી સરકાર વધુ ઝડપથી આર્થિક સુધારાના પગલાં લેશે
– આર્થિક સુધારાને કારણે ભારત વધુ ઝડપથી પ્રગતિનો પંથ કાપી શકશે
– નોટબંધી છતાં ત્રીજા કવૉર્ટરમાં જીડીપી ગ્રોથ 7 ટકા આવ્યો
– રાજકીય સ્થિરતાના માહોલમાં જીડીપી ગ્રોથ વધુ ઝડપથી તેના લક્ષ્યાંક હાંસલ કરી શકશે
– એફઆઈઆઈના રોકાણનો પ્રવાહ ચાલુ રહેશે તો શેરબજારની તેજીને કોઈ રોકી નહીં શકે
– સાથે જીડીપી ગ્રોથ વધે અને ફિસ્કલ ડેફિસીટ ઘટશે તો શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે
– સેન્સેક્સ અને નિફટી હજી વધુ નવા શિખરો સર કરશે
– રાજકીય સ્થિરતા અને આર્થિક સુધારાને કારણે કોર્પોરેટ સેકટર વધુ ગ્રોથ મેળવી શકશે
– શેરબજારની તેજીના પગલે પીએસયુ ડિસઈન્વેસ્ટમેન્ટમાં સરકારને વધુ નાણા મળશે
– મોદી સરકાર નોટબંધી જેવા બાહોશ પગલાં લેવા માટે સજ્જ છે, તેને યુપી અને ઉત્તરાખંડની જીતથી નવું બળ મળ્યું છે
– સીસ્ટમમાં અનેક સુધારા કરવાની તાતી જરૂરિયાત છે, તેના પર મોદી સરકાર ફોક્સ કરશે
– જીએસટી લાગુ થયા પછી આર્થિક રીતે ભારત વધુ સમૃદ્ધ થશે, રાજ્યો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થઈ શકશે

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS