Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ખાનગી બેંકોએ આડેધડ ચાર્જિસ લગાવવાના શરૂ કરી દીધા છે. એક તરફ મોદી સરકાર કેશલેસ ઈન્ડિયા અને બેંકિંગ સીસ્ટમને સુધારવામાં લાગી છે. દરેક ભારતવાસીઓના બેંકમાં એકાઉન્ટ હોય તે દિશામાં સરકારે પ્રયત્નો કર્યા છે. જનધન એકાઉન્ટ ખોલીને ગરીબમાં ગરીબ પ્રજાને બેંક સીસ્ટમ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. સરકારી સબસીડી સીધી બેંકના ખાતામાં ટ્રાન્સફર થાય છે. સારી વાત છે… પણ હવે બેંકોએ મનમાની શરૂ કરી છે. 4 વખત પછી વધુ વખત પૈસા ઉપાડશો તો 150 રૂપિયા ચાર્જિસ… પહેલી માર્ચથી તેનો અમલ પણ શરૂ કરી દેવાયો છે. પ્રજામાં વિરોધની લાગણી ફરી વળી છે પણ હાલ તો આ વિરોધી અવાજ બહેરા કાને અથડાઈને નીકળી ગયો છે.

ખાનગી બેંકો આવી રીતે પૈસા ઉપાડવા પર ચાર્જિસ લેશે તો કોણ બેંકમાં પૈસા મુકવા જશે, મને તો એ સવાલ થાય છે. આપણાં પૈસા જમા… અને આપણે ઉપાડીએ તો તેના પર ચાર્જિસ… આ કેવું… ખરેખર તો બેંક પર ભરોસો મૂકીને ખાતેદાર પૈસા બેંકમાં મૂકે છે, તે જ ખૂબ મોટી વાત છે. બેંકો તે જમા પૈસાનો બિઝનેસ કરીને પૈસા કમાય છે. બેંક માટે ખાતેદાર ભગવાન છે, જો ખાતેદાર બેંકમાં ખાતું બંધ કરીને બીજી બેંકમાં જતો રહેશે તો બેંકમાં આવશે કોણ ? બેંકો આડેધડ ચાર્જિસ નાંખી રહી છે. પણ હજી સુધી આરબીઆઈ દ્વારા એકપણ નિવેદન આવ્યું નથી, તેના પરથી સ્પષ્ટ થાય છે કે આરબીઆઈની મૂક સંમતિથી જ આમ થયું છે.

તાજેતરમાં નોટબંધી પછી ખાતાંમાં પૈસા જમા હોય અને એટીએમમાં પૈસા નહોતાં, અને ખાતેદારને પૈસા ઉપાડવા હતાં, ત્યારે એટીએમ ખાલીખમ હતાં. ખાતેદાર બે મહિના સખત હેરાન થયો છે. આ મુદ્દે બેંક જવાબદાર બને છે, તે અંગે બેંકોએ ખાતેદારને વળતર ચુકવવું જોઈએ. કેમ બેંકો કે આરબીઆઈ તે મામલે ચૂપ છે. અને હવે બેંકોએ આડેધડ ચાર્જિસ લગાવવાના શરૂ કર્યા છે. તેનો વિરોધ થવો જ જોઈએ.

એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક તથા એક્સિસ બેંક જેવી ખાનગી બેંકોમાં તો બેંકની બ્રાન્ચથી કરવામાં આવતાં ફ્રી ટ્રાન્ઝક્શન પછીના પાંચમાં ટ્રાન્ઝક્શન પર 150 રૂપિયા ચાર્જ આપવો પડશે.

ખાનગી બેંકોએ જે રીતે આડેધડ ચાર્જિસ નાંખવા માંડ્યા છે, તે જોતાં એવું લાગે છે કે આરબીઆઈએ ખાનગી બેંકોને લાયસન્સ આપ્યા છે. હરીફાઈ શરૂ થશે, પછી આવી એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકમાં ખાતેદારો ખાતા બંધ કરીને બીજી નવી બેંકોમાં ખાતા ખોલાવશે. નવી બેંકો માર્કેટમાં આવી છે, અને બીજી અનેક બેંકો આવી રહી છે, તેમાં ખાતેદાર 100 ટકા સ્વીચઓવર થઈ જશે.

ગ્રાહકના પક્ષે આ મુદ્દા છેઃ

– રૂપિયા આપણાં, તે ઉપાડીએ તેના પર બેંક ચાર્જ વસૂલે તે ક્યાંનો ન્યાય
– બેંકોએ કમાણીનું સાધન શોધી નાંખ્યું, તેવું લોકજીભે ચર્ચાય છે
– ખાતેદાર બેંકમાં પૈસા જમા રાખશે નહી, ઘરમાં જ મુકી રાખશે
– જેને જરૂર છે 2000 રૂપિયાની… તેને હવે વધુ રકમ ઉપાડવાની ફરજ પડશે
– સેલરી એકાઉન્ટવાળા દર મહિને ઘરખર્ચ માટે જરૂરિયાત મુજબ રૂપિયા ઉપાડે છે, તેટલા         વધારાના પૈસા બેંકમાં જમા રહે છે, તે બેંકના લાભમાં છે
– હવે સેલરી એકાઉન્ટવાળા એકસામટી રકમ ઉપાડી લેશે
– વિજય માલ્યા જેવા કરોડો-અબજો રૂપિયાનું કરીને ભાગી ગયાં, જેન્યુઈન ખાતેદારો પર ચાર્જ- આવી ચર્ચા જાહેર જનતામાં છે
– મોદી સરકાર શું કરવા બેઠી છે, તેની ખબર નથી.
– નોટબંધી પછીનો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય- જેન્યુઈન ખાતેદારોને દંડરુપ છે
– નોટબંધી પછી રોકડા રૂપિયા બેંકમાં ભર્યા, હવે તે ઉપાડ પર ચાર્જ
– બેંકોએ આડેઘડ ચાર્જ વસુલવાનું શરૂ કર્યું પણ આરબીઆઈ એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી
– ખાનગી બેંકોમાં નવા ખાતાં ખોલવનારાની સંખ્યા ઘટશે
– વધારાના ચાર્જિસને કારણે બેંકો પરથી હવે વિશ્વાસ ઉઠી જશે
– ખાતેદાર નવી બેંકો અથવા તો કો-ઓપરેટિવ બેંકો તરફ વળશે

છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં જોક ફરતી થઈ છે…


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS