Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

 

(તા. 23/05/2017)

મેષ 40_2નાણાકીય બાબતે ત્વરિત નિર્ણય લાભ અપાવે, માતૃ પક્ષે ખર્ચ વધતો જણાય, આહાર બાબતે વધુ સજાગ રહેવું.

——————————————

વૃષભ 40 નોકરી કે વેપાર અર્થે ટૂંકી મુસાફરીનું આયોજન થાય, માનસન્માનમાં વધારો થાય તેવા કાર્યો કરી શકો.

——————————————-

મિથુન 40_1કાર્યસ્થળે વાણી વ્યવહાર સંયમપૂર્વક કરવો, લાંબા ગાળાના આયોજનમાં ફાયદો થાય, સ્ત્રી વર્ગ માટે દિન મધ્યમ.

——————————————-

કર્ક 40મિત્રવર્ગથી ફાયદો થઇ શકે, ધંધા વેપારમાં આવક વધે તે માટે વધુ પ્રયત્નો કરવા પડે, સ્ત્રી વર્ગે આરોગ્ય સાચવવું.

——————————————–

સિંહ 40_4કાયદાકીય બાબતોમાં વડીલોની સલાહ કામ આવે, નોકરીમાં નવી તકોનું સર્જન થાય, સંતાન બાબતે સુખાકારી વધે.

———————————————

કન્યા 40મુસાફરી દરમિયાન સંભાળવું, આત્મવિશ્વાસ વધે તે માટે ધર્મ ધ્યાન વધારશો, થાક અને માનસિક વ્યગ્રતા રહે.

——————————————–

તુલા 40_2પારિવારિક સંબંધો સુધરે, કાર્યની સફળતાનો મદાર તમારા આત્મવિશ્વાસ પર છે, નોકરીમાં પરિવર્તન જણાય.

——————————————–

વૃશ્ચિક 40જીવનસાથી તરફથી આર્થિક લાભ થઇ શકે, સ્વાસ્થ્ય તરફ જાગૃતિ વધે, કાર્યસ્થળે જવાબદારી વધતી જણાય.

——————————————–

ધન 40સ્ત્રી વર્ગ સોનું કપડા વગેરે ખરીદી શકે, વિદેશ જવા ઉત્સુક વ્યક્તિઓને સફળતા મળે, નોકરીમાં પરિવર્તન જણાય.

——————————————–

મકર 40નજીકના સંબંધીઓ તરફ વધુ ધ્યાન આપવું પડે, સેવા અને ધર્મકાર્યોમાં સહભાગી થઇ શકો, ચિંતા વધી શકે.

——————————————–

કુંભ 40_1લાંબાગાળા રોકાણો અને મિલકત વિષે નિર્ણયો લઇ શકો, વિદેશગમન હાલ પુરતું મોકૂફ રાખવું હિતાવહ.

——————————————–

મીન 40_1સ્વાસ્થ્ય વિષે બેદરકાર ના રહેવું, સંતાન પક્ષે સારું સુખ મળે, કોઈની કરેલી મદદ આર્થિક લાભ અપાવે. 

(તા. 22/05/2017 થી 28/05/2017) સોમવારથી રવિવાર સુધી

meshઆ સપ્તાહ દરમિયાન આર્થિક બાબતો પાછળ વધુ સમય આપવો પડે તેમ જણાય છે. આર્થિક આયોજન સમજી વિચારીને કરવું ફાયદાકારક રહી શકે. શેરબજારમાં મિત્રોની સલાહ અને ગણતરીપૂર્વકનું સાહસ તમને ધનલાભ અપાવશે. પ્રેમીજનો સાથે તકરારથી દુર રહેવું. વિદેશગમનમાં સફળતા માટે રાહ જોવી પડે. સ્વાસ્થ્ય વિષયક પ્રશ્ન હોય તો સત્વરે દાકતરી સલાહ લેવી. સંતાનો પાસેથી રાખેલી અપેક્ષાઓ પરિપૂર્ણ ના થાય તેવું બની શકે.

———————————————————————————————————————-

vrushabhસપ્તાહ દરમ્યાન તમે સ્વાસ્થ્યમાં ચડાવ ઉતાર અનુભવશો, એક સમયે મહત્વનું કામ પોતાના અંગત કારણોસર અટકી પડે તેવું બની શકે. આ સપ્તાહ દરમ્યાન તમારે ખુબ સંભાળીને કાર્ય કરવું જોઈએ. તમારા નિર્ણય તમને અને સાથે ઘરના સભ્યોને પણ અસર કરશે. સામાજિક બાબતો આ બધા કાર્યોમાં મહત્વનો ભાગ ભજવી શકે. સપ્તાહ દરમ્યાન વ્યવસાયમાં તમે સરળતા અનુભવશો. ઘરના સભ્યોના આનંદમાં વધારો થઇ શકે. પ્રેમસંબધમાં સફળતા મળે.

———————————————————————————————————————–

mithunમિથુન રાશિના જાતકોને સપ્તાહ દરમ્યાન શુભ સમાચાર મળી શકે, તમે જે કાર્યના પરિણામની રાહ જોઈ રહ્યા હોવ તે કાર્યનું સુંદર પરિણામ મળી શકે. તમે આ સપ્તાહે નવા સ્થળોની મુલાકાત કે મિત્રો સાથે સમય વિતાવવાનું પસંદ કરશો. કાર્યસ્થળથી થોડો સમય દુર રહેવું લાભદાયક સાબિત થઇ શકે. ઘરના સભ્યોની તબિયત નાજુક હોય તેવું બની શકે. કુટુંબમાં કોઈ બાબતે મનદુઃખ હોય તો તેને સત્વરે દુર કરવું જોઈએ. પ્રેમસંબધમાં દિલ ખોલીને વાત કહી દેવી, પોઝિટિવ રિસ્પોન્સ મળે.

———————————————————————————————————————–

karakકર્ક રાશિના જાતકોને દશમ ભાવે બુધનું ભ્રમણ એટલું લાભદાયક નથી જઈ રહ્યું, પ્રયત્નો વધારે પરંતુ પરિણામ ઓછું એવું બની શકે. તમારે આ સમય દરમ્યાન નવા કાર્ય અને યોજનાઓને ગંભીરતાથી લેવા પડશે. તમે જો કઈ નવું અને શ્રેષ્ઠ કરવા માંગતા હોવ તો આ સમય દરમ્યાન તેનું નક્કર આયોજન કરી શકો. અંગત મિત્રોથી લાભ થઇ શકે, વ્યવસાયમાં ભાગીદાર પક્ષે લાભ થઇ શકે. સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમસંબધ હોય તો ખુબ સાચવીને ચાલવું.

———————————————————————————————————————–

leoસિંહ રાશિના જાતકો આ સમય દરમ્યાન પોતાના કાર્યમાં વધુ સમય ફાળવે તેવું બને, તમારું ધ્યાન સંપૂર્ણ રીતે પોતાની કારકિર્દી પર રહે તેવું બની શકે. વ્યવસાયમાં તમે સામાન્ય કરતા વધુ સારો દેખાવ કરી શકશો, પરંતુ આર્થિક આયોજન કરવું જરૂરી જણાશે. વ્યવસાયમાં હરીફાઈ અને નવી સગવડોને લીધે ખર્ચ કરવો પડી શકે, સંતાન પક્ષે વધુ ધ્યાન પાવું જરૂરી છે. સપ્તાહ દરમ્યાન તબિયત મધ્યમ રહેશે. પેટને લગતા દર્દ હોય તો તેમાં વિશેષ કાળજી લેવી.

———————————————————————————————————————–

kanyaકન્યા રાશિના જાતકોને સપ્તાહ દરમ્યાન પોતાના ઉપરી વર્ગથી લાભ થઇ શકે, તમને તમારા પ્રયત્નો અને કાર્યમાં સફળતા મળતી જણાય. સપ્તાહ દરમ્યાન તમે ઘણીવાર ખુશ તો ઘણીવાર નિરાશાનો માહોલ પણ જોશો. તમારે પોતાના કાર્યોમાં મક્કમ રહેવાનું છે. અન્યના પ્રતિભાવોને લીધે તમે હતાશા થાઓ તેવું બની શકે. સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્ય નબળું રહી શકે. તમે બીમાર હોવ તો વધુ કાળજી લેવી પડી શકે. પ્રેમમાં એકરાર કરી લેવો, તે સફળતા અપાવશે.

———————————————————————————————————————–

tulaaતુલા રાશિના જાતકોને વ્યવસાય અને નોકરીના સ્થળે પ્રશંસા મળી શકે. તમે વ્યવસાયમાં હોવ તો તમને લાભ થઇ શકે, નવા માલસામાનની લે-વેચમાં ફાયદો થાય. સપ્તાહ દરમ્યાન લાંબા પ્રવાસનું આયોજન થઇ શકે, મુસાફરી દરમ્યાન આનંદનો અનુભવ થાય. ત્રીજે શનિ અને આઠમે મંગળ તમને નબળું સ્વાસ્થ્ય આપે છે, તમારે ખાનપાન નિયમિત અને પ્રકૃતિ અનુસાર જ કરવા જોઈએ, વધુ પડતી અનિયમિતતા તમને તકલીફ આપી શકે.

———————————————————————————————————————–

wrussikવૃશ્ચિક રાશિના જાતકો સપ્તાહ દરમ્યાન કાર્ય અને ઘર વચ્ચે સંતુલન જાળવી શકશે. તમને સપ્તાહ દરમ્યાન આર્થિક લાભ થવાના યોગ છે. વ્યવસાયમાં તમારે પોતાની મર્યાદાઓને સમજીને નિર્ણય લેવો જોઈએ. તમે મોટું સાહસ કરવા માટે પ્રેરાઓ તેવું બની શકે. અન્ય વ્યક્તિઓ તમને આ બાબતે મદદરૂપ પણ થશે. સપ્તાહ દરમ્યાન વાહન ચલાવતી વખતે કાળજી રાખવી જોઈએ. લગ્ન વિષયક બાબતોમાં જલ્દી નિર્ણય આવી શકે. સ્વાસ્થ્ય સારું રહે.

———————————————————————————————————————–

dhanધન રાશિના જાતકો સપ્તાહ દરમ્યાન કાર્ય બાબતે અસમંજસ અને હરીફાઈનો સામનો કરે તેવું બને. તમને આસાન લાગતા કાર્યોમાં વધુ સમય ફાળવવો પડી શકે. આ સપ્તાહ દરમ્યાન તમારે શત્રુઓથી સાવધ રહેવું જોઈએ. કૌટુંબિક બાબતો કે સામાજિક બાબતોમાં નજીવી વાત મોટું સ્વરૂપ લઇ શકે, માટે વાણી સંયમ રાખવો જોઈએ. આ સમય દરમ્યાન સંતાન પક્ષે વધુ ધ્યાન આપવું જરૂરી જણાય છે. સ્વાસ્થ્ય સુખ સારું રહેશે. પ્રેમસંબધ હોય તો મતભેદ હશે તો દૂર થશે, વધારે નજીક આવશો.

———————————————————————————————————————–

makarમકર રાશિના જાતકો સપ્તાહ દરમ્યાન નજીકના ભૂતકાળમાં થયેલી ભૂલો દુર થતા જોઈ શકશે. વીતેલા સમયમાં જો કોઈ તકલીફ કે ભૂલ થઇ હશે તો તેને તમે આ સમયે સુધારી શકશો. જુના સંબંધોને ફરી સજીવન કરી શકશો. જીવનસાથી સાથે કોઈ મતભેદ હશે તો તે દુર થશે. લગ્ન બાબતે તમે ચોક્કસ નિર્ણય પર આવી શકશો. સપ્તાહ દરમ્યાન નવા સભ્યના આગમનના સમાચાર મળી શકે. સ્વાસ્થ્ય સારું રહેશે, જો કોઈ પીડા કે રોગ હોય તો તેમાં જલ્દી સાજા થવાય.

———————————————————————————————————————–

kumbhકુંભ રાશિના જાતકો સપ્તાહ દરમ્યાન પોતાનો સમય કુટુંબ સાથે વિતાવે તેવું જણાય છે. આ સમય દરમ્યાન તમે ઘરના સભ્યોનો પ્રેમ જીતી શકશો. વ્યવસાયમાં મધ્યમ પ્રગતિ થઇ શકે. તમે આર્થિક બાબતોમાં સરળતા અને સફળતા અનુભવશો. નાણાકીય આયોજન સફળ રહેશે. સપ્તાહ દરમ્યાન તમે ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવું બની શકે. આ સમય દરમ્યાન તમે સકારાત્મકતા અને ઉત્સાહનો અનુભવ કરશો. સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

———————————————————————————————————————–

minસપ્તાહ દરમ્યાન ચંદ્રનું ભ્રમણ તમને કાર્ય બાબતે દોડધામ કરાવી શકે. કોઈ કાર્યને લઈને ટૂંક સમય માટે તમે તકલીફ અનુભવો તેવું બને. આ સપ્તાહ દરમ્યાન તમારી પાસે વ્યવસાયને વધુ સારા સ્તરે લઇ જવા માટે વિકલ્પો મળી રહે. તમે કોઈ મોટા સોદા માટે રાહ જોઈ રહ્યા હોવ તો તે આ સમય દરમ્યાન આકાર લઇ શકે. સંતાન પક્ષે સફળતા માટે તમારે વધુ રાહ જોવી પડી શકે. સ્વાસ્થ્ય સુખ મધ્યમ રહેશે. પ્રેમસંબધ હોય તો સાચવીને આગળ વધવું, આગળ જતા સફળતા મળશે.

———————————————————————————————————————– 

(તા. 16/05/2017 થી 31/05/2017 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧,૧૦,૧૯ અથવા ૨૮)

આ પખવાડિયા દરમિયાન તમે માનસિક અને શારીરિક સંતુલન અનુભવો, કાર્યક્ષેત્રે ત્વરાથી આગળ વધી શકો. સાથી કર્મચારી સાથે સુમેળભર્યું વાતાવરણ રાખવા સફળ થાઓ અને અગત્યના કાર્ય આસાનીથી પાર પાડી શકો. ઘર કે જમીન લે-વેચનો પ્રશ્ન હોય તો તેમાં રાહ જોવી વધુ ફાયદાકારક થઇ શકે. લાંબા પ્રવાસ કે યાત્રામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨,૧૧,૨૦ અથવા ૨૯)

તમે કોઈ એક કાર્યને હાથ પર લઇ તેમાં ખુબ મહેનત કરશો, તમને ધારણા મુજબ પરિણામ મળશે. સંતાન સંબંધી મહત્વનો નિર્ણય થઇ શકે, સંતાન વિષયક બાબતમાં તમને શુભ સમાચાર મળી શકે. લગ્ન વિષયક બાબતોમાં જલ્દીથી નિર્ણય લેવો હિતાવહ રહેશે. સપ્તાહ દરમ્યાન ટૂંકા પ્રવાસનું આયોજન થઇ શકે, વ્યવસાયિક હેતુથી કરેલા પ્રવાસમાં લાભ થશે.

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩,૧૨,૨૧ અથવા ૩૦)

આ સમયમાં કાર્યસ્થળે તમારી જવાબદારીઓ વધી શકે, આ બદલાવને સકારાત્મક રીતે અપનાવવો પડશે. નવી નોકરીની શોધ હોય તો સપ્તાહ દરમ્યાન તમને તેનું સકારાત્મક પરિણામ જોવા મળી શકે. વ્યવસાયના સ્થળે તમે હરીફાઈ અને ટૂંક સમય માટે તકલીફનો સામનો કરો તેવું બની શકે. સ્વાસ્થ્ય વિષયક પ્રશ્ન હોય તો રોગ જલ્દી મટે નહિ તેવું બની શકે, આહાર- વિહાર યોગ્ય રીતે જાળવવા.

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪,૧૩,૨૨ અથવા ૩૧)

મૂળાંક ૪ ધારકો આ સમય દરમ્યાન પોતાના કાર્યક્ષેત્રે નવી તકોની શોધમાં હશે, આ સમય દરમ્યાન તમે નોકરીમાં બદલાવ આવે તે માટે વધુ પ્રયત્નશીલ બનશો. તમારે પોતાની આસપાસની પરિસ્થિતિને સમજીને જ આગળ વધવું હિતાવહ રહેશે. પ્રેમપ્રસંગ કે જીવનસાથી સાથે અણબનાવ હોય તો તેમાં શક્ય હદે સકારાત્મક વલણ રાખવું જોઈએ.

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫,૧૪ અથવા ૨૩)

મૂળાંક ૫ ધારકો પોતાની બૌદ્ધિક ક્ષમતા માટે જાણીતા છે, આ સમય દરમ્યાન તમે આનંદભર્યા માહોલમાંથી પસાર થશો. પોતાને ગમતી ચીજ વસ્તુઓની ખરીદી થઇ શકશે. સ્વાસ્થ્ય બાબતે જરૂરિયાતથી વધુ ચિંતા છોડવી હિતાવહ રહેશે. પરિવારના સભ્યો બાબતે શુભ સમાચર મળી શકે. મુસાફરીનો યોગ થઇ શકે.

————————————————————————————————————————————-

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬,૧૫ અથવા ૨૪)

મૂળાંક ૬ ધારકો આ સમય દરમ્યાન નવા અનુભવોમાંથી પસાર થશે. તમે કોઈ બાબતને લઈને વધુ લાગણીશીલ બનો તેવું બને. નોકરીમાં બદલાવ આવી શકે. અન્ય લોકોનો તમે વિશ્વાસ જીતી શકશો સાથે સાથે જવાબદારીઓ પણ વધી શકે. આ સમય દરમ્યાન પ્રેમ પ્રસંગમાં સફળતા મળી શકે. પોતાના ગમતા પાત્ર સાથે મુલાકાત થઇ શકે.

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭,૧૬ અથવા ૨૫)

મૂળાંક ૭ ધારક જાતકો આત્મખોજ અને ઊંડા વિચારોથી ઘેરાયેલ રહી શકે, તમે કાર્યક્ષેત્રે નવીનતા લાવી શકશો. કાર્ય બાબતે કે સામાજિક બાબતે આધારભૂત જણાતી માહિતીને તમે સચોટ રીતે મુલવીને તેને યોગ્ય પરિણામ આપી શકશો. નવું સગપણ કે સંબંધ તમને ફળશે. સ્વાસ્થ્ય બાબતે તમે સરળતા અને આરામ અનુભવશો, રોગ દુર થઇ શકે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: શનિ (જન્મતારીખ ૮,૧૭ અથવા ૨૬)

તમે નવી વ્યક્તિને મળશો જે તમારા જીવનમાં સારી છાપ છોડી શકે, તમે આત્મવિશ્વાસ વધે તેવા કાર્ય કરી શકશો. શક્ય છે કે અઘરું લાગતું કાર્ય પણ આ સમય દરમ્યાન તમે પાર પાડશો. ચિંતા દુર થશે, તમે કોઈ બાબતને લઈને જરૂરતથી વધુ ચિંતન કરો તેવું બની શકે. સ્વાસ્થ્ય સુખ મધ્યમ જણાય છે, વધુ પડતો શારીરિક થાક તમને તકલીફ આપી શકે.

—————————————————————————————————————————————

અંક સ્વામી: મંગળ (જન્મતારીખ ૯ , ૧૮ અથવા ૨૭)

મૂળાંક ૯ ધારકો માટે આ સમય મિશ્ર ફળદાયી રહેશે, કાર્યોમાં તમે છુપા ડરનો સામનો કરો તેવું બને. વ્યવસાયના સ્થળે તમારે વધુ તકેદારી રાખવી પડશે. મોટા નાણાકીય વ્યવહારમાં તમારે ઉતાવળ કરવી જોઈએ નહિ, શકય હોય તો જીવનસાથીની મદદ લેવી જોઈએ. સ્વાસ્થ્ય સુખ સારું રહેશે, તમે પોતાની યોગ્ય કાળજી રાખી શકશો.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS