Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

vikram-varshik-bhavisya-fb

 

2016-10-27

જ્યોતિષની કોલમ બાબતે વાચકોના ભવ્ય પ્રતિસાદને ધ્યાનમાં લઈને અહીં વિક્રમ સંવત ૨૦૭૩નું વાર્ષિક રાશિ ભવિષ્ય રજૂ કરીએ છીએ.વર્ષ દરમિયાન દરેક કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય, ભાગ્યનો સાથ રહે, રિદ્ધિ અને સિદ્ધિ સંગ ગણેશજીના આશીર્વાદ આપણી પર સતત વરસતા રહે તેવી શ્રી ગણેશજીને નમ્ર પ્રાર્થના કરીએ છીએ.

ચિત્રલેખાના આદ્ય સ્થાપક વજુ કોટકેકહ્યુંછે તેમ, કાર્ય વિશે માણસ પોતે બોલે એના કરતા કાર્ય જ માણસ વિશે બોલે, એટલી તન્મયતા અને ઉત્સાહથી માણસે કાર્ય કરવું જોઈએ. આપણે પણ સંકલ્પ કરીએ કે ફક્ત તકદીરના તાલે બેસી નહીં રહીએ, શ્રદ્ધા અને ભાગ્યને સમજી કઠોર પરિશ્રમ કરીશું, એમ કરતા ભગીરથ કાર્યો પણ પાર પાડી શકીશું.

વર્ષ દરમિયાન વિવિધ રાશિના જાતકો માટે જે મહત્વના સમય જણાયાં છે, તેનો ઉલ્લેખ કરેલો છે.વર્ષ દરમિયાન ગુરુનું ભ્રમણ કન્યા અને તુલા રાશિમાં છે, જ્યારે શનિનું ભ્રમણ વૃશ્ચિક અને ધન રાશિમાં રહેશે.શનિની ધન અને વૃશ્ચિક રાશિમાં ઉપસ્થિતિ આ રાશિના જાતકોને ફળપ્રાપ્તિમાં રુકાવટ અને મહેનત વધુ ને ફળ ઓછું જેવા અનુભવો કરાવી શકે. જ્યારે ગુરુનું કન્યા ને તુલા રાશિમાં ભ્રમણ આ રાશિના જાતકોને કુદરતી સહાય મળે અનેકાર્યોમાં લાભ થાય તેનું સૂચન કરે છે.કન્યા અને તુલા રાશિ માટે આ વર્ષ સાનુકૂળ અને શુભસાબિત થાય તો નવાઈ નહીં.ગ્રહોનું પરિભ્રમણ અને તેના ફળનો આધાર જાતકની ચંદ્ર રાશિ લીધેલ છે. અહીં રાશિ ભવિષ્યમાં મોટા ગ્રહોના ભ્રમણને ધ્યાનમાં લઈને, રાશિ ફળકથન કર્યું છે. મોટા ગ્રહો કહીએ તો ગુરુ, શનિ, રાહુ અને કેતુ છે. આ ચારેય ગ્રહોની ગતિ ધીમી છે પરંતુ અસરો દુરોગામી અને મોટી છે. બાકીના ગ્રહો મંગળ, શુક્ર, બુધ અને સૂર્યનો રાશિ ફેર દર ૧-૨ મહિને હોય છે. જ્યાં જ્યાં યુતિ અને મોટા યોગો સર્જાય છે, તેમની રાશિ પર પડતી અસરોને પણ ધ્યાનમાં લીધી છે.

મેષ રાશિના જાતકો વર્ષનાઆરંભે નવી યોજનાઓ અને કાર્યો બાબતે ઉત્સાહિત રહેશે, ગ્રહોનું પરિભ્રમણ ધ્યાનમાં લેતા શનિ મહારાજ વર્ષના આરંભે તમારી રાશિથી અષ્ટમ સ્થાને છે. જે જણાવે છે કે વીતેલું વર્ષ અને વર્ષનો પ્રારંભ અનેક પડકારોથી ભરેલો રહ્યો હશે. જાન્યુઆરી ૨૭, ૨૦૧૭ પછી કાર્યોમાં આવેલી રુકાવટ એકાએક દૂર થતી જણાશે. વ્યવસાયમાં પ્રગતિ થઇ શકશે, મહેનત વધશે.

શારીરિક સ્વાસ્થ્ય વર્ષની શરુઆતમાં નબળું રહે, જો કોઈ લાંબી માંદગી હોય તો તેમાં ધીમેધીમે રાહત જણાશે. બીમારીથી પીડાતાં જાતકોને ૨૭ મે ૨૦૧૭ પછીનો સમયગાળો માંદગી દૂર થાય તેવા સંકેત કરે છે. પગના ભાગે તથા છાતીના ભાગે તકલીફ હોય તેવી વ્યક્તિઓએ વર્ષ દરમિયાન ખાસ કાળજી લેવી જરુરી જણાય છે.

નોકરી વ્યવસાયમાં વર્ષ પ્રગતિદાયક રહેશે, સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનો સમય લગભગ ઉતારચઢાવ અને આર્થિક નિર્ણયોથી ભરેલો જણાય છે. નોકરી-વ્યવસાય બાબતે સલામતી રહેશે. તારીખ ૦૧ જૂનથી ૨૭ જૂન સુધીનો સમય આર્થિક સુખાકારી અને નાણાકીય લાભ દર્શાવે છે.

લગ્ન અને સંતાન બાબતે જોઈએ તો, નવા સંબંધો બાંધવામાં પ્રારંભિક તબક્કે મુશ્કેલી કેરુકાવટનો સામનો કરવો પડી શકે. ૧૩ સપ્ટેમ્બર૨૦૧૭થી ૧૯ નવેમ્બર ૨૦૧૭નો સમયગાળો લગ્ન બાબતે વિશેષ શુભ પુરવાર થઇ શકે. જીવનસાથીનો સાથસહકાર મળી રહે, લગ્નજીવનમાં શુભ ઘટનાઓ બને. સંતાનવાંછુ દંપતિઓને શનિનું ધન રાશિમાં પરિભ્રમણ શુભ પુરવાર થાય, સંતાન બાબતે સફળતા મળે.વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ વધે તથા પોતાના રસના વિષયોમાં આગળ વધી શકે.

————————————————-

વૃષભ રાશિના જાતકો પોતાનીસર્જનાત્મક શક્તિઓને કામે લગાડી શકશે. વિશેષ રીતે જોઈએ તો પોતાના હુન્નર અને જાતઆવડતને કામે લગાડી સફળતા પામશે. જાન્યુઆરી ૨૦૧૭ પછીનો સમય નાણાકીય પરિસ્થિતિમાં ઉતારચઢાવનો નિર્દેશ કરે છે, આર્થિક નિર્ણયો કે મોટા રોકાણોમાં નાણાંપ્રવાહ રોકાઇ શકે તેવું બને. વર્ષનો પ્રારંભિક તબક્કો સુખમય, મધ્યમભાગ પડકારોથી ભરપુર અને અંતભાગ ફળદાયી રહે તેમ જણાય છે.

શારીરિક સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી પડે તેમ જણાય છે. વર્ષ દરમિયાન શનિનું ધન અને વૃશ્ચિક રાશિ પર પરિભ્રમણ છે, જે સ્વાસ્થ્યવિષયક પ્રશ્નો હોય તો તેમાં વધુ સમય અને ધનનો વ્યય થાય તેવું કહે છે. વર્ષના મધ્યમભાગે સ્વાસ્થ્ય સારું રહેશે, તકલીફ અને વ્યાધિઓમાં રાહત જણાશે.

આર્થિકબાબતો માટે વર્ષ સામાન્યથી શુભ કહી શકાય તેવું રહે. કૌટુંબિક જવાબદારીઓ અને સંતાનોના ભણતર જેવા વિષયો પર નાણાકીય ખર્ચ વધુ રહે. મકાન અને મિલકત ખરીદી જેવા વિષયોમાં ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ પછીનો સમય સાનુકુળ જણાયો છે.

વર્ષના પ્રારંભમાં પ્રેમપ્રસંગમાં સફળતાના યોગ છે, પ્રેમીપાત્ર સાથે વિવાહ બાબતે સાનુકૂળતા જણાય છે.લગ્ન કરવા માટે પસંદગીનું પાત્ર વહેલું મળે તેવા શુભ યોગો છે. જૂન ૨૦૧૭ પછીનો સમય લગ્નજીવન બાબતે સમસ્યા હોય તો તેમાં વધુ સાવચેતીપૂર્વક આગળ વધવું તેમ કહે છે. વૃષભ રાશિના જાતકોને જાન્યુઆરી ૨૦૧૭ પહેલા સંતાન પક્ષે શુભ સમાચાર મળી શકે.

——————————————-

મિથુન રાશિના જાતકો આ વર્ષે નોકરી અને વ્યવસાયમાં અભૂતપૂર્વ સાથસહકાર અને સફળતા મેળવી શકે તેમ જણાય છે. વર્ષના મધ્યભાગે રાહુનો કર્ક રાશિમાં પ્રવેશ ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ પછીનો સમય શુભ પુરવાર થાય. ઘર અને પરિવાર વર્ષદરમિયાન વધુ ધ્યાન ખેંચે તેવું બની શકે. સામાજિકસંબંધોમાંકાળજી લેવી જરુરી જણાય છે.જૂન ૨૦૧૭નો પ્રારંભિક ભાગ અને૨૨ ઓગસ્ટ ૨૦૧૭ પછીનો સમય તમને આર્થિક લાભ આપી શકે તેવા શુભ જણાય છે.

પેટ અને કમરના ભાગે દર્દ સમસ્યા હોય તો તેમાં વધારો થઇ શકે, રોગ જલદી મટે તે માટે તમારી સમયસૂચકતા પણ જરુરી છે. વર્ષનો મધ્યમભાગ આરોગ્ય સુખાકારી માટે સારો છે. ખાવાપીવાની આદતોમાં વિશેષ કાળજી રાખશો તો સ્વાસ્થ્ય સુધરશે અને મોટા રોગ ટાળી શકશો. ૦૩ માર્ચ ૨૦૧૭થી ૧૨ એપ્રિલ ૨૦૧૭ સુધીનો સમય સ્વાસ્થ્યવિષયક પ્રશ્નો કે અકસ્માત વગેરે દ્વારા હાનિ સૂચવે છે. અન્ય મહિનાઓ દરમિયાન સ્વાસ્થ્ય મધ્યમથી સારું કહી શકાય.

શુક્રનો મીન રાશિમાં પ્રવેશ ૨૭ જાન્યુઆરી ૨૦૧૭એ થાય છે, મીન રાશિમાં શુક્રની ઉપસ્થિતિ મે ૨૦૧૭ ના અંતભાગ સુધી છે. આ ગાળો અનેક શુભ ઘટનાઓ આકાર લે તેવું કહે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.બેંકવિષયકકાર્યોઅને સોનાચાંદી વગેરે કીમતી ચીજોના વેપારમાં પણ સફળતા મળે તેમ જણાય છે. વાહન અને મકાનને લગતા પ્રશ્નો આ સમય દરમિયાન ઉકેલાશે. સપ્ટેમ્બર ૨૦૧૭ પછીનો સમય, ગુરુનો તુલા રાશિમાં પ્રવેશ સંતાન પક્ષે સુખકારી વધે, સંતાન પ્રાપ્તિ થાય, સારા સમાચાર મળે તેમ કહે છે.

——————————————-

કર્કરાશિ માટે વર્ષ શુભ રહેશે, જેમાંપારિવારિક આનંદ અને સલામતી તેના મુખ્ય પાસાં કહી શકાય. શનિનુંપંચમ અને ષષ્ઠમ ભાવે ભ્રમણ શેરસટ્ટામાં સાવધાની રાખવાનું સૂચવે છે. આર્થિક લાભ થઇ શકે પરંતુ તેની માટે જાતમહેનત અને બજારની સાનુકુળતા પણ જોવી પડશે. વર્ષ દરમિયાન તમે આસપાસ બનતી ઘટનાઓને કારણે દોરવાઈ જાઓ તેવું બને. તમારા નિર્ણયોમાં પરિવાર, સમાજ અને સંજોગો મહત્વનો ભાગ ભજવશે. જોઈએ તેવી સ્વતંત્રતા ન મળે તો નિરાશ થશો નહી. નોકરી અને વ્યવસાય સલામત રહેશે, ધીમી ગતિએ પણ મક્કમતાથીઆર્થિક ઉન્નતિ મેળવશો.

વર્ષદરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે, સ્નાયુ અને ત્વચા સંબંધી બીમારી હોય તો તેમાં વિશેષ ધ્યાન આપવું પડે તેવું જણાય છે. મંગળનું કન્યા રાશિમાં ભ્રમણ અર્થાત ૧૩ ઓક્ટોબર ૨૦૧૭થી ૨૯ નવેમ્બર ૨૦૧૭ સુધીનો સમય સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ જણાય છે. બાકીવર્ષના અન્ય મહિનાઓમાં સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષારંભે જે જાતકોનેપગ સંબંધી બીમારીઓ હોય તો તે સત્વરે દૂર થઇ શકે. શનિનો ધન રાશિમાં પ્રવેશતા.૨૬.૦૧.૨૦૧૭થી છે, આપ્રવેશ સંતાનસંબંધી સમસ્યાઓનો અંત આવશે તેમ કહે છે.

વર્ષ દરમિયાન રાહુનું બીજા ભાવે ભ્રમણ તમને અનિશ્ચિત આર્થિક લાભ અને ક્યારેક આર્થિક તકલીફનો પણ અનુભવ કરાવશે. સરવાળે અહી રાહુનું ભ્રમણ તમને આર્થિક બાબતોમાં વધુ ધ્યાન આપવું અને બેદરકાર ન રહેવા સૂચવે છે. રાહુ કર્ક રાશિમાં ૧૮ ઓગસ્ટ ૨૦૧૭ પછી પ્રવેશ કરશે, આ સમય દરમિયાન તમે મોટું સાહસ હાથ પર લઇ શકો તેમ જણાય છે. વિદેશગમનની સંભાવના નકારી શકાતી નથી.

——————————————–

સિંહરાશિના જાતકો સત્ય અને ન્યાય બાબતે વધુ સંવેદનશીલ રહે તેમ જણાય છે. શનિનું ચતુર્થ ભાવે પરિભ્રમણ જમીન અને મકાનના પ્રશ્નો હતાં તેમ જણાવે છે, જે શનિના ધન રાશિમાં પ્રવેશ થતાંની સાથેજ સાનુકૂળ થવા લાગશે અને ઝટ ઉકેલાશે. ભાઈભાંડુઓનો સહકાર મળી રહેશે, વર્ષ દરમિયાન ગુરુની બીજે ભાવે ઉપસ્થિતિ પારિવારિક પ્રસંગો વધે તેનો નિર્દેશ કરે છે. આવક વધશે, અને સાથે પરિવારની જરુરિયાતો પણ વધે તેવું બને.

સ્વાસ્થ્યબાબતે જોઈએ તો સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમથી સારી રહે તેમ જણાય છે.હૃદય અને ફેફસાં સંબંધી તકલીફો ભૂતકાળમાં રહી હોય તો તેમાં વધારો થઇ શકે. આંખ અને પેટના રોગોમાં રાહત જણાશે. ૧૩.૦૪.૨૦૧૭ થી ૨૬.૦૫.૨૦૧૭ સુધીનો સમય સ્વાસ્થ્ય બાબતે પ્રતિકૂળ રહે.મંગળનું કર્ક અને સિંહ રાશિમાં ભ્રમણ અને રાહુ સાથે યુતિ ૧૧.૦૭.૨૦૧૭ થી ૨૬.૦૮.૨૦૧૭, અકસ્માત જેવા બનાવો બની શકે તેમ જણાવે છે. વાહન અને મુસાફરીમાં ધ્યાન રાખવું જરુરી બને છે. આ સિવાયના વર્ષના અન્ય ભાગોમાં સ્વાસ્થ્ય સુખકારી સારી રહેશે.

નોકરી અને વ્યવસાયમાં તમને તકો મળે, પરંતુ તમે યોગ્ય સમયે તકો ઝડપી લો તે અગત્યનું છે. રાહુ કર્ક રાશિમાં (૧૮.૦૮.૨૦૧૭) આવે તે દરમિયાન તમે નોકરી અને વ્યવસાયમાં બદલાવ માટે તૈયાર થશો. પોતાની યોગ્યતા પર પૂર્ણ વિશ્વાસ રાખવો જરુરી છે. વ્યવસાયમાં ભાગીદાર અને ગૃહસ્થીમાં જીવનસાથીના પ્રતિભાવ જરુરથી લેશો. તમે આર્થિક પરિસ્થિતિ મજબૂત કરશો અને પરિવારના સભ્યોનું દિલ જીતી શકશો.

——————————————–

તમે પોતાના ગમાઅણગમાને બાજુ પર મૂકી પરિવારના આનંદ માટે સાહસ ખેડવા તૈયાર થશો. તમારું જ્ઞાન અને ધીરજ તમારા અગત્યના સાથી છે. ગુરુનું કન્યા રાશિથી તુલા તરફ ભ્રમણ તમને પારિવારિક આનંદ મળે અને આર્થિક સ્થિરતા વધે તેમ સૂચવે છે. મકાનઅને જમીનસંબંધી સમસ્યાઓ હશે, લે-વેચ નો સોદો હશે તો તેમાં સ્થગિતતા જણાશે. ૨૬.૧.૨૦૧૭ પહેલા શનિ વૃશ્ચિકમાં છે, ત્યાંસુધીનો સમય મકાન અને વાહનસંબંધી લે-વેચ માટે અનુકૂળ જણાય છે.

સ્વાસ્થ્યબાબતે જોઈએ તો ગુરુની કન્યા અને તુલા રાશિમાં ઉપસ્થિતિ રોગોનું શમન કરનાર સાબિત થશે.૦૯.૧૦.૨૦૧૭ થી ૦૨.૧૧.૨૦૧૭ સુધીનો સમય લાંબા સમયથી કોઈ રોગ હોય તો તેમાં કાયમી રાહત જણાય તેવો સાનુકૂળ છે.વર્ષ દરમિયાન હાથના ભાગે કે માથાના ભાગે તકલીફો રહ્યાં કરે, મનઅશાંત રહે, વિચારવાયુ જેવી સમસ્યા થઇ શકે. પરંતુ અગાઉ જણાવ્યું તેમ કન્યા રાશિવાળા માટે ગુરુ મહેરબાન છે, અને સમસ્યાઓ દૂર થશે જ.

વર્ષ દરમિયાન તમે કાર્યક્ષેત્રે સલામતીનો અનુભવ કરશો, ગુરુનું તુલા રાશિમાં ભ્રમણ ૧૨.૦૯.૨૦૧૭ પછી બઢતીના યોગ કરે છે. ૩૧.૫.૨૦૧૭ થી ૨૯.૦૬.૨૦૧૭નો સમયગાળો ચોક્કસ આર્થિક લાભ દર્શાવે છે. સંતાન બાબતે સમસ્યા હોય તો તેનો વર્ષના પ્રારંભિક તબક્કામાં જ નિવારણ થશે. વર્ષ દરમિયાન સંતાન પ્રાપ્તિ માટે સાનુકુળ સમય જણાય છે, તેમ છતાં ૨૧.૦૮.૨૦૧૭ થી ૧૫.૯.૨૦૧૭ વચ્ચે સંતાન સુખ વધે, સંતાનવાંછુઓને સારા સમાચાર મળે તેની પ્રબળ સંભાવનાનકારી શકાય નહીં.

——————————————–

તુલા રાશિના જાતકો દૈનિક જીવન તથા કાર્યસ્થળે પણ ઘણાંબધાંઉતારચઢાવનો સામનો કરી રહ્યાં હશે. ગુરુ ગ્રહ વર્ષ દરમિયાન કન્યા રાશિમાં રહેશે, જે વ્યયભાવે હોતાં તમારે સામાજિક, આર્થિક અને માનસિક પરિસ્થિતિને, બદલાતા સંજોગોમાં બદલવી પડશે, સમયને અનુરૂપ થઇને જીવન જીવશો તો સફળ થઇ શકશો.

વર્ષ દરમિયાન તમે આર્થિક અને વ્યવસાયિક પરિસ્થિતિ બદલાય તે માટે ખૂબ પ્રયત્નશીલ રહેશો. તમારી હાલની પરિસ્થિતિ તમને પ્રતિકૂળ જણાતી હોયતો તે શનિના ધન રાશિના પ્રવેશ (૨૬.૦૧.૨૦૧૭) પછી સાનુકૂળ થશે. કાયદો, વાણિજ્ય અને લેખનકાર્યો સાથે સંકળાયેલા જાતકોને લાભ થશે. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસમાં સુધારો કરી શકશે.

૨૭.૧.૨૦૧૭ થી ૩૧.૦૫.૨૦૧૭ સુધીનો સમય શુક્ર મીન રાશિમાં છે, આ સમય દરમિયાન તમે કાર્યક્ષેત્રે અદભૂત દેખાવ કરશો, નોકરીમાં બદલી કે બઢતી મળે તો નવાઈ નહીં. સ્વાસ્થ્ય બાબતે જોઈએ તો ગળા અને મુખસંબંધી રોગો હોય તેવાજાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરુર જણાય છે. શનિનું બીજા અને ત્રીજાભાવમાં ભ્રમણ, મુખ અને આંખસંબંધીપીડાઓ આપી શકે.

૧૮.૦૮.૨૦૧૭ પછીનો સમય રાહુ કર્ક રાશિમાં રહે છે, આ સમય કાર્ય અને વ્યવસાયમાં મહત્વનો સાબિત થશે. વ્યવસાયમાં મોટી તકો મળી શકે. કેતુનો ચતુર્થ ભાવે પ્રવેશ ઘરના સભ્યો બાબતેકોઈ ચિંતા પેદા થઇ શકે કે મકાન લે-વેચ દરમિયાન સાવચેત રહેવું તેમ સૂચવે છે.લગ્ન બાબતે નિર્ણયો લેવાના હશે તો મે તથા સપ્ટેમ્બર ૨૦૧૭મહિના સાનુકૂળ અને શુકનિયાળ સાબિત થશે તેમ જણાય છે.

——————————————–

વર્ષદરમિયાનપોતાની આવડતનો વિકાસ, વ્યક્તિત્વમાં ફેરફાર અને પોતાની સામાજિક પરિસ્થિતિનેગંભીરતાથી લઇ તેને બદલવા માટે તમે મક્કમ થશો. તમારું વ્યક્તિત્વ અને આર્થિક સ્થિતિમાં સુધારો તમારા કેન્દ્રના વિષયો રહેશે. વૃશ્ચિક રાશિમાં શનિની ઉપસ્થિતિને લીધે આ રાશિના જાતકોને કંઈ પણ નવું સર્જન કે સાહસ પડકારરૂપ લાગી શકે. આ રાશિના જાતકો કાર્યક્ષેત્રે મક્કમતા અને મહેનતથી જ સારું પરિણામ લાવી શકશે. શનિન્યાય પ્રિય ગ્રહ છે, વૃશ્ચિક રાશિના જાતકોએ મન પર કાબૂ રાખીને આગળ વધવાનું છે, નાણાકીય બાબતોને હળવાશથી ન લેતાં. સ્થિર રોકાણ પર પસંદગીઉતારવાથી લાભ થઇ શકે. લોખંડ, ઓઈલ, તેમજ મકાન નિર્માણ સાથે સંકળાયેલા જાતકોને વ્યવસાયમાં૨૭ જાન્યુઆરી ૨૦૧૭ પછી સાનુકૂળતા જણાશે.

સ્વાસ્થ્ય સુખ સારું રહેશે, વર્ષ દરમિયાન નાનીમોટી બીમારી કે સમયાંતરે ઋતુ બદલાવાથી થતાં રોગો સિવાય કોઈ ગંભીર રોગોની સમસ્યાની સંભવાના રહેતી નથી. જે જાતકો પેટની બીમારી કે પાચન સંબંધી સમસ્યા ધરાવે છે, તેમણે ખાસ કાળજી લેવી જરુરી જણાય છે. ૨૭.૦૫.૨૦૧૭ થી ૧૧.૦૬.૨૦૧૭ સુધીનો સમય સ્વાસ્થ્ય બાબતે નરમગરમ રહી શકે. મંગળનું મિથુન રાશિમાં ભ્રમણ તકલીફ આપી શકે.

૨૯.૧૨.૨૦૧૬ થી ૨૭.૦૧.૨૦૧૭ સુધીનો સમય મકાન, વાહન અને સુખસમૃદ્ધિમાં વધારો કરનાર નીવડે. માતા અને પિતા તરફથી સાથસહકાર વધે. ઉચ્ચ અભ્યાસ બાબતે વર્ષ દરમિયાન વધુ મહેનત અને માનસિક દ્વિધા રહી શકે છે, કેતુની ચતુર્થસ્થાને ઉપસ્થિતિ અભ્યાસવિષયક બાબતોમાં વધુ મહેનતની આવશ્યકતા દર્શાવે છે. લગ્નબાબતેજાન્યુઆરી ૨૦૧૭ પછીનો સમય ખાસ સાનુકૂળ જણાયો છે જે લગભગ ૨૧ જૂન ૨૦૧૭ સુધી રહે છે.

——————————————–

વર્ષ દરમિયાન ઊર્જા, શક્તિ અને સકારાત્મક વિચારો તમને મદદરૂપ થશે. તમે શ્રદ્ધાવાન બનશો.નવા કાર્યો હાથમાં લઇ શકશો, પોતાને ગમતી દિશામાં કાર્યો કરી શકશો. શનિનો ધન રાશિમાં પ્રવેશ, તમને જીવનમાં કઠોર નિર્ણયો સાથે રૂબરૂ કરાવી શકે. તમે વ્યવસાય સાથે જોડાયેલ હોવ તો તેમાં વિકાસ ધીમો પડી શકે, પરંતુ તમે બદલાતી પરિસ્થિતિઓને કેવી રીતે અવસરમાં બદલવી તે શીખશો. અનુભવ વધશે. ગુરુ દશમે ભાવે છે, અહીં ગુરુ આર્થિક, સામાજિક અને વ્યવસાયિક પરિસ્થિતિઓ પર આશીર્વાદ બક્ષે છે. કોઈ તકલીફ મૂંઝવણ આવે પરંતુ અંત સુખમય રહે, કુદરતી કૃપા મળી રહે.

સ્વાસ્થ્ય સુખ સારું રહેશે, આંખો અને મુખના રોગો હોય તો સાવચેતી રાખવી જરુરી જણાય છે. જે જાતકો મોટા રોગથી પીડાતા હોય તેઓને ૧૩.૦૪.૨૦૧૭ થી ૨૭.૦૫.૨૦૧૭ સુધીનો સમય સ્વાસ્થ્ય બાબતે ચિંતાઓ રહી શકે. ૨૯.૦૬.૨૦૧૭ થી ૨૭.૦૭.૨૦૧૭ સુધીનો સમય રોગ હોય તો તેમાંથી સત્વરે મુક્તિ મળે તેવું અનુકુળ છે. આ સિવાયના સમયમાં સ્વાસ્થ્ય સામાન્યથી સારું રહે તેવું જણાય છે.

નોકરિયાત વર્ગ માટે જોઈએ તો વર્ષદરમિયાન કાર્ય ક્ષેત્રે ઉન્નતિથશે. નોકરીમાં બદલાવ અને બઢતીમળે. વ્યવસાયમાં પ્રગતિ થાય. નાણાકીય આવકના સ્રોત સુરક્ષિત રહે.મિત્રોઅને નજીકના સંબંધીઓથી લાભ થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે, અભ્યાસમાં સરળતાથી સફળતા પામી શકશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશગમનમાં પણ સફળતા મળી શકે. લગ્નવિષયક બાબતોમાં વર્ષ મધ્યમ કહી શકાય. પરિણીતનવદંપતીઓને સંતાન સુખ ઉત્તમ છે, જલદીથી સંતાન પ્રાપ્તિ થાય, રુકાવટ કે ચિંતા હોય તો વર્ષ દરમિયાન ચિંતા દૂર થાય તેવું જણાય છે.

——————————————–

મકર રાશિના જાતકો માનસિક અને શારીરિક સંતુલન જાળવી ઉત્તમ દેખાવ કરી શકશે, શનિનીઅગિયારમાં ભાવે ઉપસ્થિતિ વર્ષની સુંદર શરુઆતનો સંકેત કરે છે. વર્ષનોમધ્યમ ભાગ વધુ મહેનત અને ધીરજ માગશે. વિદેશગમન બાબતે સફળતા મેળવવા રાહ જોવી પડે તેમ બને. કારકિર્દી બાબતે તમારી પાસે અનેક વિકલ્પો રહી શકે,યોગ્ય સમયે નિર્ણય લેતાંખચકાતાં નહીં. લગ્ન બાબતે વર્ષની શરુઆતમાં જ નિર્ણય થઇ શકે, લગ્ન બાબતે ૦૨.૧૦.2016 થી ૨૯.૧૨.૨૦૧૬ સુધીનો સમય સાનુકુળ જણાયો છે.

સ્વાસ્થ્યબાબતે જોઈએ તો આ રાશિના જાતકોએ માનસિક સ્થિરતા જાળવવા વધુ પ્રયત્નો કરવા જરુરી જણાય છે. ડીપ્રેશન કે ઇચ્છાઓ પૂરી ન થવાના લીધે, હતાશ ન થશો. ઉમંગ અને ઉત્સાહથી જીવન જીવશો તો કારકિર્દીમાં આગળ વધી શકશો. આંખો અને ગળાના ભાગે બીમારી હોય તો વિશેષ ધ્યાન આપશો.

વર્ષ દરમિયાન ધાર્મિક પ્રસંગો થઇ શકે, ઘરમાં નવા મહેમાનનું આગમન થઇ શકે. વ્યવસાયમાં મુશ્કેલીઓ દૂર થતી જણાય. આ રાશિના જાતકોને ખાસ કહેવાનું કે હાથમાં રહેલી મૂડીની કદર કરજો, ધંધામાં સાહસ કરી શકશો, પરંતુ શનિનો બારમાં ભાવે પ્રવેશ, ધંધામાં મૂડીપ્રવાહને સ્થગિત કરી શકે. બેંક સાથેનો વ્યવહાર ચોક્કસ અને સાવચેતીપૂર્વક કરશો. વિદ્યાર્થીઓને સફળતા મળે, અભ્યાસમાં પ્રગતિ થઇ શકે, તેવો સાનુકૂળ જણાયો છે. ૧૧.૧૨.૨૦૧૬ થી ૨૦.૦૧.૨૦૧૭ સુધીનો સમય અભ્યાસ વિષયકબાબતોમાં વિશેષ કાળજી લેવી જરુરી જણાય છે.

——————————————–

સામાજિક અને વ્યવસાયિક સંબંધો દ્વારા પ્રગતિ થાય તેમ જણાય છે. વ્યવસાયમાં પ્રતિકૂળતા રહી શકે, પરંતુ આ રાશિના જાતકોએ પોતાની ધારેલી કાર્યની સીમાઓને પાર કરી એક નવા વ્યક્તિ તરીકે બહાર આવવું પડશે. તમે કાબેલ અને સક્ષમ હશો, તમે જરુરી ઊર્જા પણ ધરાવો છો, પરંતુ આત્મવિશ્વાસને વધારવો પડશે. નોકરીમાં તમે સારો દેખાવ કરી શકશો, પરંતુ બીજાના પ્રતિભાવોને વધુ મહત્વ આપી તકલીફમાં ન પડો તેનું ધ્યાન રાખશો.

આર્થિક પરિસ્થિતિમાં જોઈએ તેવા સુધાર માટે રાહ જોવી પડી શકે. તમે એકલાહાથે દરેક પરિસ્થિતિનો સામનો કરો તેવું બને. જીવનસાથી અને વડીલોની સલાહ તમને જરુરી જણાશે. ૧૫.૦૯.૨૦૧૭થી ૦૯.૧૦.૨૦૧૭ સુધીનો સમય લાભકારક સાબિત થશે.

સ્વાસ્થ્ય બાબતે જોઈએ તો સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ જણાય છે, ૧૧.૦૭.૨૦૧૭થી ૨૭.૦૮.૨૦૧૭ સુધીનો સમય સ્વાસ્થ્ય બાબતે મધ્યમ કહી શકાય. પગ અને ખાસ તો ઘૂંટણના ભાગે કોઈ દર્દ હોય તો તેની વિશેષ કાળજી લેવી જરુરી જણાય છે.

આ વર્ષ દરમિયાન લગ્નવાંછુકોનેસારા સમાચાર મળે, લગ્નવિષયક કોઈ દ્વિધા હોય તો ઝટ ઉકેલાશે. ૨૯.૧૨.૨૦૧૬થી ૨૭.૦૧.૨૦૧૭ સુધીનો સમય વિશેષ સાનુકૂળ છે.જીવનસાથીની પસંદગી થઇ શકે.નવદંપતિઓને સંતાન સુખ ઉત્તમ જણાયું છે, વર્ષના મધ્યભાગે થોડી તકલીફ રહે પરંતુ અંતભાગમાં પરિસ્થતિ એકદમ સરળ થઇ સંતાનબાબતે સારા સમાચાર મળે.વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ કાળજી રાખવી પડશે, વધુ આત્મવિશ્વાસને લીધે તક હાથમાંથી સરી જાય નહીં તેનું ધ્યાન રાખશો.

——————————————–

મીન રાશિના જાતકો પોતાના અભિપ્રાય અને પસંદગીને વળગી રહે અને તેમાંજ સફળતા પામે તેવું બની શકે. કોઈ વ્યવસાય કે નોકરીવિષયક પસંદગી હોય તો તેમાં તમને સફળતા મળે. અર્થાત પોતાની પસંદ પ્રમાણે આગળ વધી શકો તેવું સાનુકૂળ વાતાવરણ સર્જાશે. ભૌતિક સુખસુવિધા વધારવા બાબતે તમે અધીરા બનો તેવું બની શકે. જીવનસાથીનો સાથસહકાર ઉત્તમ મળશે. સહકર્મીઓ અને વ્યવસાયમાં ભાગીદારો સાથે સંબંધોમાં સુમેળ સર્જાશે.

વિદેશગમન બાબતે દ્વિધા રહે, પરંતુ૨૬.૦૧.૨૦૧૭ પછીનો સમય સાનુકુળ પરિસ્થિતિનું નિર્માણ કરશે. વ્યવસાયમાંધીમી ગતિએ પ્રગતિ થાય તેવું બને. પૈતૃક અને વારસાઈ વ્યવસાયમાં જોડાયેલા જાતકો વિશેષ પ્રગતિ કરશે તેવું જણાય છે. જળ, પરિવહન અને ધાતુઓના વ્યવસાય સાથેજોડાયેલા જાતકો વિશેષ પ્રગતિ કરી શકશે. નોકરીમાં વધુ મહેનત જરુરી જણાય છે, પોતાની કાબેલિયત સાબિત કરવા માટે તકો જરુરથી મળશે, તેને ઓળખી અને આગળ વધશો.

સ્વાસ્થ્યસુખ સારું જણાય છે, મોટા રોગ હોય તો તેમાં સારવાર ફેરફારથી ચોક્કસ રાહત થશે. ૩૧.૦૮.૨૦૧૭થી ૨૯.૦૬.૨૦૧૭ સુધીનો સમય સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. રોગ હશે તો તેમાંથી સત્વરે મુક્તિ મળી શકે. લગ્નવિષયક બાબતોમાં ખૂબ જ સાનુકૂળ સમય રહેશે. આશરે જાન્યુઆરી ૨૦૧૭ પછીના છ મહિના ખૂબ સાનુકૂળ જણાય છે. લગ્ન બાબતે નિર્ણયો સરળતાથી લઇ શકશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રગતિ કરી શકશે, ધીરજ અને મહેનત બંને પર ધ્યાન આપવું પડશે, પોતાની પસંદના વિષયોમાં અભ્યાસ બાબતે પહેલાં રુકાવટ અને પછી સફળતા મળે તેવું બને.

2016-10-27


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS