ભારતીય ક્રિકેટના ખેલાડીઓ 18 ઓગસ્ટ, શુક્રવારે ડામ્બુલા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સત્ર દરમિયાન ફૂટબોલ રમ્યા હતા. ભારતીય ટીમ 20 ઓગસ્ટે અહીં શ્રીલંકા સામે પહેલી વન-ડે ઈન્ટરનેશનલ રમશે. સિરીઝ કુલ પાંચ મેચોની હશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.

મેલબર્ન – ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની ટીમના આગામી ભારત પ્રવાસ માટેની પોતાની ટીમમાં બે ફાસ્ટ બોલર – જેમ્સ ફોકનર અને નેથન કુલ્ટર-નાઈલને ફરી સામેલ કર્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને બાકાત રાખ્યો છે.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 17 સપ્ટેંબરથી 13 ઓસ્ટ્રેલિયા સુધીનો રહેશે, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય ટીમ સાથે મર્યાદિત ઓવરોવાળી મેચો રમશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ આ પ્રવાસમાં ભારત સાથે પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ

વન-ડે સિરીઝ માટેઃ સ્ટીવ સ્મીથ (કેપ્ટન), ડેવીડ વોર્નર, એશ્ટન એગર, હિલ્ટન કાર્ટરાઈટ, નેથન કુલ્ટર-નાઈલ, પેટ્રિક કમિન્સ, જેમ્સ ફોકનર, આરોન ફિન્ચ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), એડમ ઝમ્પા.

ટ્વેન્ટી-20 ટીમઃ સ્ટીવ સ્મીથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, જેસન બેરેનડોર્ફ, ડાન ક્રિસ્ટીયન, નેથન કુલ્ટર-નાઈલ, પેટ્રિક કમિન્સ, આરોન ફિન્ચ, ટ્રેવિસ હેડ, મોઈઝીસ હેન્રીક્સ, ગ્લેન મેક્સવેલ, ટીમ પેઈન (વિકેટકીપર), કેન રિચર્ડસન, એડમ ઝમ્પા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.

બોલીવૂડ અભિનેત્રી યામી ગૌતમે 18 ઓગસ્ટ, શુક્રવારે નવી દિલ્હીમાં કોમિઓ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. કોમિઓ એક વધુ ચાઈનીઝ કંપની છે જે ભારતની વિસ્તરી રહેલી સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.

મુંબઈ – મહાનગરમાં મહિલાઓની સુરક્ષાનો મામલો ફરી સપાટી પર આવ્યો છે. નવા કેસમાં એક યુવા મહિલા પત્રકારનો પીછો કરનાર બે અજાણ્યા બાઈકસવાર યુવકની ધરપકડ કરી છે. પરંતુ આ કેસમાં ટ્વિટર યુઝર્સ તરફથી જોરદાર જુવાળ ઊભો થતાં અને ટ્વીટ મેસેજ વાયરલ થતાં પોલીસને ત્વરિત પગલું ભરવાની ફરજ પડી હતી.

બનાવની વિગત એવી છે કે, અંધેરી પશ્ચિમમાં લિન્ક રોડ નજીક ‘ચિત્રલેખા’ કાર્યાલય નજીકમાં આવેલા ચિત્રકૂટ ગ્રાઉન્ડ વિસ્તારમાંથી પસાર થતી એક અંગ્રેજી મહિલા પત્રકાર અસીરા તરન્નુમ ઓફિસમાં કામ પૂરું થયા બાદ રીક્ષામાં બેસીને એનાં ઘર તરફ જતી હતી ત્યારે એક બાઈક પર સવાર થયેલા બે જણે એનો પીછો કર્યો હતો.

એ મહિલા પત્રકાર સાવધ થઈ ગઈ હતી અને એણે પીછો કરનારાઓનો ફોટો અને બાઈકનો નંબર દેખાય એ રીતે ફોટો પોતાનાં મોબાઈલ ફોનથી પાડી લીધો હતો.

અસીરાએ બાદમાં ફોટો પોતાનાં ટ્વિટર પેજ પર મૂક્યો હતો અને મુંબઈ પોલીસ, મુંબઈના પોલીસ કમિશનરને ટેગ કર્યા હતા. એણે મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરીને જાણ પણ કરી હતી. પોલીસે તે મહિલા પત્રકારનાં રૂટને ફોલો કર્યો હતો.

અસીરાએ તેનાં ટ્વીટમાં જણાવ્યું હતું કે, બે છોકરા જેઓ બાઈક નંબર 5994 પર જઈ રહ્યા છે તેઓ અંધેરીમાં ચિત્રકૂટ ગ્રાઉન્ડથી જૂહુ સર્કલ સુધી મારો પીછો કરી રહ્યા છે. જે લોકો આ બંને વિશે કે આ વાહન વિશે જાણતા હોય તેઓ મુંબઈ પોલીસને @MumbaiPolice ને ટેગ કરીને જાણ કરે.

પોલીસે આજે પગલું ભરીને એ બંને શખ્સની ધરપકડ કરી હતી.

અંધેરી વેસ્ટના અંબોલી પોલીસ સ્ટેશને સ્ટોકિંગ વિશે ઈન્ડિયન પીનલ કોડની કલમ 354-ડી હેઠળ એફઆઈઆર નોંધી હતી અને એને પગલે બંનેની ધરપકડ કરી હતી. સ્ટોકિંગના ગુના માટે ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

બંને શખ્સને પકડી લીધાની પોલીસે એનાં ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી હતી.

મુંબઈ પોલીસે બંને બદમાશની ધરપકડ બાદ કરેલું ટ્વીટ અને અસીરા તરન્નુમે મુંબઈ પોલીસનો આભાર માનતું ટ્વીટ નીચે મુજબ છે…


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે તેની શારીરિક રીતે અક્ષમ મહિલા કર્મચારીઓને પ્રતિ માસ અપાતા ચાઈલ્ડ કેર અલાવન્સની રકમ ડબલ કરીને રૂ. 3000 કરી છે.

હાલ કેન્દ્ર સરકારની શારીરિક રીતે અક્ષમ મહિલા કર્મચારીઓને એમનાં નવજાત બાળકની સારસંભાળ લેવા માટે દર મહિને રૂ. 1,500નું ચાઈલ્ડ કેર અલાવન્સ આપવામાં આવે છે.

કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેઈનિંગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓર્ડરમાં જણાવ્યું છે કે શારીરિક રીતે અસમર્થ એવી મહિલા કર્મચારીઓને એમનાં સંતાનની દેખભાળ કરવા માટે દર મહિને સ્પેશિયલ અલાવન્સ તરીકે રૂ. 3000 ચૂકવવામાં આવશે. આ ભથ્થું બાળકનો જન્મ થાય ત્યારથી લઈને એ બે વર્ષની વયનું થાય ત્યાં સુધી ચૂકવવામાં આવશે. આ ભથ્થું વધુમાં વધુ બે સૌથી મોટા હયાત સંતાનો માટે ચૂકવવામાં આવશે.

ઓર્ડરમાં એમ પણ જણાવાયું છે કે નવા વેતન માળખા અનુસાર મોંઘવારી ભથ્થામાં 50 ટકા સુધીનો વધારો થાય એ દર વખતે આ ભથ્થું પણ આપોઆપ 25 ટકા વધી જશે.

સાતમા પગારપંચે કરેલી ભલામણને પગલે સરકારે આ નિર્ણય લીધો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.