કોમનવેલ્થ ગેમ્સઃ શૂટિંગમાં તેજસ્વીની સાવંતે ગોલ્ડ, સિલ્વર મેડલ્સ જીત્યાં

0
1851

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) – મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વતની અને 37 વર્ષીય તેજસ્વીની સાવંતે ગોલ્ડ કોસ્ટમાં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે 9મા દિવસે બે મેડલ જીત્યા છે – એક ગોલ્ડ અને બીજો સિલ્વર.

તેજસ્વીનીએ મહિલાઓની 50 મીટર રાઈફલ પ્રોન હરીફાઈમાં રજતચંદ્રક જીત્યા બાદ 50 મીટર રાઈફલ પોઝિશન-3 હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેજસ્વીનીએ 457.9 પોઈન્ટ્સ સ્કોર કરીને કોમનવેલ્થ ગેમ્સમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગની રમતમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ છે.

50 મીટર રાઈફલ પોઝિશન-3 હરીફાઈમાં રજતચંદ્રક ભારતની શૂટરને મળ્યો છે. અંજુમ મોદગીલ તેજસ્વીની બાદ બીજા ક્રમે રહી છે.

અંજુમ મોદગીલ – રજતચંદ્રક વિજેતા

આ સાથે, વર્તમાન ગેમ્સમાં ભારતે જીતેલા ગોલ્ડ મેડલ્સનો આંકડો વધીને 15 થયો છે.