એશિયન ગેમ્સ ટેબલ ટેનિસઃ શરત-મનિકાની જોડીએ મિક્સ્ડ્ ડબલ્સમાં કાંસ્ય જીત્યો

0
582

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 11મા દિવસે ભારતને એક વધુ મેડલ જીત્યો છે. ટેબલ ટેનિસની રમતમાં મિક્સ્ડ ડબલ્સની હરીફાઈમાં શરત કમલ અને મનિકા બત્રાએ ભારતને કાંસ્ય ચંદ્રક અપાવ્યો છે.

શરત કમલ અને મનિકા બત્રાની જોડીએ સેમી ફાઈનલમાં ચીનના વાંગીન ચુકીન અને સુન યિન્ગશાની જોડીનો જોરદાર સામનો કર્યો હતો, પરંતુ આખરે 9-11, 5-11, 13-11, 4-11, 8-11 સ્કોરથી એમનો પરાજય થયો હતો.

વર્તમાન ગેમ્સમાં ભારતે જીતેલો આ 51મો મેડલ છે. જ્યારે એશિયન ગેમ્સના ઈતિહાસમાં, ટેબલ ટેનિસની આ હરીફાઈમાં ભારતનો આ પહેલો જ મેડલ છે. ભારતના આ 51 મેડલ્સમાં 9 સુવર્ણ, 19 રજત અને 23 કાંસ્ય ચંદ્રક છે.

એ પહેલાં, કમલ-બત્રાએ ક્વાર્ટર ફાઈનલમાં ઉત્તર કોરિયાનાં હરીફો પર 3-2થી વિજય મેળવ્યો હતો.

ભારતીય જોડીએ ઉત્તર કોરિયન જોડીને 4-11, 12-10, 6-11, 11-6, 11-8થી પરાજય આપ્યો હતો. આ મેચ 38 મિનિટ સુધી ચાલી હતી.