ચેમ્પિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ગર્ભવતી છે

0
2046

હૈદરાબાદ – ભારતની ચેમ્પિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ગર્ભવતી છે. તે અને તેનો પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક એમના પ્રથમ સંતાનના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

આ સમાચારને સાનિયાએ તેનાં ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ સમાચાર વહેતા થતાં સોશિયલ મિડિયા પર ધમ્માલ મચી ગઈ છે.

દંપતી પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

સાનિયા અને શોએબે તો એમનાં પ્રથમ સંતાનની અટક પણ અત્યારથી નક્કી કરી લીધી છે – મિર્ઝામલિક.

સાનિયાએ પોતે ગર્ભ ધારણ કર્યાંને સમર્થન આપતી એક ઈમેજ ટ્વીટ કરી છે. એનાં પતિ શોએબ મલિકે પણ એ પ્રમાણે કર્યું અને એ જ તસવીર પોતે પણ પોસ્ટ કરી છે.