ઓસ્ટ્રેલિયન ઓપનઃ બોપન્નાનો મિક્સ્ડ ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ

0
1637

મેલબર્ન – ભારતના ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ અહીં રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધામાં પહેલો વિજય હાંસલ કર્યો છે.

મિક્સ્ડ ડબલ્સમાં હંગેરીની પાર્ટનર ટીમીઆ બેબોસ સાથે મળીને બોપન્નાએ પહેલા રાઉન્ડની મેચમાં વિજય હાંસલ કર્યો હતો. બંનેએ ઈલેના પેરેઝ અને એન્ડ્રૂ વિટીંગ્ટનને 6-2, 6-4થી પરાજય આપ્યો હતો. આ સાથે બોપન્ના-બેબોસે પ્રી-ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો છે.

હવે બંનેનો મુકાબલો વેનીઆ કિંગ અને ફ્રાન્કો સુગોરની જોડી સામે થશે.

વેનીઆ-ફ્રાન્કોએ આજે ઓસ્ટ્રેલિયન જોડીને પરાજય આપ્યો હતો.