મહિલા બોક્સિંગમાં મેરીકોમે રચ્યો ઇતિહાસ, છઠ્ઠીવાર બની વર્લ્ડ ચેમ્પિયન

નવી દિલ્હી- ભારતની મહિલા બોક્સર મેરીકોમે ઇતિહાસ રચ્યો છે. મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિક્સર લગાવતા છઠ્ઠીવાર ખિતાબ પોતાના નામે કર્યો છે. દિલ્હીના કે.ડી.જાધવ હોલમાં 48 કિલોગ્રામ કેટેગરીના ફાઇનલમાં તેમણે યૂક્રેનની હન્ના ઓકોતાને હરાવી અને છઠ્ઠીવાર મહિલા વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરવાનું ગૌરવ હાંસલ કર્યું છે.આ અગાઉ 2006માં 48 kgમાં રોમાનિયાની સ્ટેલુટા દુતાને હરાવીને 5મો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સાથે જ મેરીકોમે આયરલેંડની કેટી ટેલરને પાછળ છોડી સૌથી વધારે 6 વખત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીતનારી મહિલા બોક્સર બની ગઇ. આ પહેલા મેરીકોમ અને કેટી ટેલર 5-5 વખત વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતીને બરાબરી પર હતાં.
આ બીજી સુવર્ણ તક હતી જ્યારે ટાઈટલ ખિતાબ મેળવવા માટે ટક્કર થઈ હતી. આ પહેલા વર્ષ 2006માં હોમ ગ્રાઉન્ડ પર દર્શકો સામે રીંગ પર ઊતરી હતી. એ વખતે તેણે લાઈટ ફ્લાઈટ 48કેજી કેટેગરીમાં રોમાનિયાની ખેલાડી સ્ટેલુટા દુતાને માત આપીને 5મી વખત વિશ્વ વિજેતા બની હતી.
મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં 6 ટાઈટલ જીતવાના મુદ્દે પુરૂષ બોક્સરના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. છ વખત વિશ્વ વિજેતા બોક્સ બનવાનું ગૌરવ આ પહેલા પુરૂષ બોક્સિંગમાં ક્યુબાના ખેલાડી ફેલિક્સ સેવોનના નામે હતો. વર્ષ 1997માં બુડા પોસ્ટમાં આયોજિત ચેમ્પિયનશીપમાં તેણે ગોલ્ડ જીતીને એક ઈતિહાસ બનાવ્યો હતો. મહિલા બંન્ને બોક્સરોની વાત કરવામાં આવે તો બંન્નેની ઉંમરમાં 13 વર્ષનો તફાવત છે.  યુક્રેનની બોક્સર હન્ના હાલ 22 વર્ષની છે પણ શ્રેષ્ઠ રમે છે. બોક્સિંગ જગતમાં તેને લોકો હંટરથી ઓળખે છે. યુરોપિયન યુથ ચેમ્પિયનમાં તેમે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતું.
મેરી કોમનો રેકોર્ડ

  • પ્રથમ ખિતાબ – વર્ષ 2002
  • બીજો ખિતાબ – વર્ષ 2005
  • ત્રીજો ખિતાબ – વર્ષ 2006
  • ચોથો ખિતાબ – વર્ષ 2008
  • પાંચમો ખિતાબ – વર્ષ 2010
  • છઠ્ઠો ખિતાબ – વર્ષ 2018