એશિયન ગેમ્સમાં નિશાનેબાજ લક્ષ્ય શેરોને સિલ્વર કબજે કર્યો

0
745

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સ સ્પર્ધામાં આજે પુરુષોની શૂટિંગમાં ભારતને લક્ષ્ય શેરોન તરફથી સિલ્વર મેડલ મળ્યો છે. લક્ષ્યએ ટ્રેપ શૂટિંગની ફાઈનલમાં બીજું સ્થાન પ્રાપ્ત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

19 વર્ષના અને ઈટાલીમાં તાલીમ લેનાર લક્ષ્યએ ફાઈનલ જંગમાં જરાય માનસિક તાણમાં આવ્યા વગર પોતાનો સરસ દેખાવ જાળવી રાખ્યો હતો.

આ વખતની એશિયન ગેમ્સ ભારતે આ ચોથો મેડલ જીત્યો છે.

ભારતે ગેમ્સના રવિવારે પહેલા દિવસે બે મેડલ જીત્યા હતા.

આજે પણ ભારતે અત્યાર સુધીમાં વધુ બે મેડલ જીતી લીધા છે. આ બંને મેડલ સિલ્વર છે અને શૂટિંગની રમતમાં મળ્યા છે.

સવારે, પુરુષોની 10 મીટર એર રાઈફલ હરીફાઈમાં દીપક કુમારે શાનદાર દેખાવ કરીને સિલ્વર મેડલ જીત્યો હતો.
આમ, ભારતના ખાતામાં અત્યાર સુધી એક સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય (શૂટિંગમાં મિક્સ્ડ ટીમ હરીફાઈમાં) મળ્યો છે.