કાઉન્ટીમાં રમવાનું હોઈ વિરાટ કોહલી આયરલેન્ડ સામેની પહેલી T20Iમાં નહીં રમે

0
1440

મુંબઈ – વિરાટ કોહલી 27 જૂને આયરલેન્ડ સામે ભારતની પહેલી T20I મેચ રમી નહીં શકે એવા અહેવાલોને ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સરેએ સમર્થન આપ્યું છે. કારણ કે એ દિવસે કોહલી સરે માટેની કાઉન્ટી મેચ રમતો હશે.

કોહલીની કાઉન્ટી મેચો અને આયરલેન્ડ સામેની સિરીઝની તારીખો ટકરાતી હોવા છતાં રાષ્ટ્રીય પસંદગીકારોએ કોહલીને આયરલેન્ડ સામેની બંને મેચ માટે પસંદગી કરતાં આશ્ચર્ય સર્જાયું હતું.

કોહલી 25-28 જૂન દરમિયાન સરે માટે કાઉન્ટી મેચ રમવાનો છે.

કેપ્ટન કોહલી જોકે 29 જૂને રમાનાર બીજી અને સિરીઝની છેલ્લી T20I મેચમાં રમવા ઉપલબ્ધ થશે.

આયરલેન્ડ સામેની સિરીઝ પૂરી થયા બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝ રમાશે.

ઈંગ્લેન્ડ સામેની પહેલી T20I મેચ 3 જુલાઈએ ઓલ્ડ ટ્રેફ્ફર્ડમાં રમાશે.