IPL સિઝન 11: પ્રતિબંધ બાદ પરત ફરેલી CSK અને RR પર સૌની નજર

બેંગલુરુ- IPLની સિઝન 11 માટે આજે શરુ થયેલી ખેલાડીઓની હરાજીમાં 578 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. જેમાં 360 ભારતીય અને 218 વિદેશી ખેલાડીઓ છે. આ હરાજીમાં 18 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે નહીં. કારણકે તેમની ફ્રેન્ચાઈઝીએ આ ખેલાડીઓને પહેલેથી જ પોતાની ટીમમાં સ્થાન નિશ્ચિત કરી આપ્યું છે. આ ખેલાડીઓમાં મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્માનો સમાવેશ થાય છે. IPLની 11મી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પ્રતિબંધ બાદ પરત ફરી રહી છે. જેથી હરાજીમાં સૌથી વધુ ધ્યાન આ બે ટીમ ઉપર રહેશે.હરાજી માટે સૌથી વધારે 2 કરોડ રુપિયાની બેઝ પ્રાઈઝ રાખવામાં આવી છે. આ સ્લેબમાં 36 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 1.5 કરોડ,  1 કરોડ,  75 લાખ અને 50 લાખની બેઝ પ્રાઈઝ પણ રાખવામાં આવી છે. ફાઈનલ લિસ્ટમાં સામેલ કરવામાં આવેલા 578 ખેલાડીઓમાંથી 36ની બેઝપ્રાઈઝ રુપિયા 2 કરોડ રાખવામાં આવી છે. જ્યારે 33 ખેલાડીઓની બેઝપ્રાઈઝ 1.5 કરોડ રાખવામાં આવી છે.

હરાજીના સ્ટાર ખેલાડીઓ પર એક નજર

ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે રુપિયા 12.5 કરોડમાં ખરીદ્યો

લોકેશ રાહુલને કિંગ્સ ઈલેવન પંજાબે રુપિયા 11 કરોડમાં ખરીદ્યો

સનરાઈઝર્સ હૈદરાબાદે મનિષ પાંડેને રુપિયા 11 કરોડમાં ખરીદ્યો

ક્રિસ લીનને કોલકાતા નાઈટ રાઈડર્સે રુપિયા 9.6 કરોડમાં ખરીદ્યો

મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રુપિયા 9.4 કરોડમાં ખરીદ્યો

ગ્લેન મૈક્સવેલને દિલ્હી ડેરડેવિલ્સે રુપિયા 9 કરોડમાં ખરીદાયો

રવિચંદ્રન અશ્વિનને કિંગ્સ ઈલેવન પંજાબે રુપિયા 7.6 કરોડમાં ખરીદ્યો

ક્રિસ વોક્સને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રુપિયા 7.4 કરોડમાં ખરીદ્યો

ડ્વેન બ્રાવોને ચેન્નઈ સુપર કિંગ્સે રુપિયા 6.4 કરોડમાં ખરીદ્યો

એરોન ફિન્ચે કિગ્સ ઈલેવન પંજાબે રુપિયા 6.2 કરોડમાં ખરીદ્યો