નેપાળમાં પ્રથમ વ્હીલચેર ક્રિકેટ એશિયા કપ મેચમાં ભારતે પાકિસ્તાનને 17-રનથી હરાવ્યું

સુરત – વ્હીલચેરગ્રસ્ત (દિવ્યાંગ) ક્રિકેટરો માટે નેપાળમાં રમાતી પ્રથમ વ્હીલચેર ક્રિકેટ એશિયા કપ સ્પર્ધામાં ગુરુવાર, 16 મેએ ભારતે પાકિસ્તાનને 17-રનથી પરાજય આપ્યો હતો.

આ સ્પર્ધામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની ટીમોએ ભાગ લીધો છે.

આ મેચમાં સુરતનિવાસી બેટ્સમેન પરશુરામ દેસલે સેન્ચુરી ફટકારી હતી. એમની સદીના જોરે જ ભારત પાકિસ્તાન પર વિજયી થઈ શક્યું.

સુરતનિવાસી બેટ્સમેન પરશુરામ દેસલ

આ મેચ  બાદ મહિલા દિવ્યાંગ ક્રિકેટરોની પણ મેચ રમાઈ હતી અને એમાં પણ ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.

સ્ટેડિયમમાં જય હો, ભારત વિજય હો નારા લાગ્યા હતા.

આ સ્પર્ધા 15 મેથી શરૂ થઈ છે અને 18 મે સુધી ચાલશે.

વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન સંસ્થા વિશ્વસ્તરની ડિસેબલ્ડ સ્પોર્ટિંગ સોસાયટી સંસ્થા સાથે સંલગ્ન છે. એના છત્ર હેઠળ 16 ટીમો છે.