ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સઃ વેઈટલિફ્ટર ગુરુરાજાએ સિલ્વર મેડલ જીત્યો

0
2032

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) – અહીં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે આજે પહેલા જ દિવસે પોતાનો પહેલો મેડલ જીત્યો છે.

આ મેડલ અપાવનાર છે વેઈટલિફ્ટર ગુરુરાજા.

ગુરુરાજાએ પુરુષોના 56 કિ.ગ્રા. વર્ગમાં કુલ 249 કિ.ગ્રા. વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો. ગુરુરાજાએ સ્નેચમાં 111 કિ.ગ્રા. અને ક્લીન એન્ડ જર્કમાં 138 કિ.ગ્રા. વજન ઉંચકી બતાવ્યું છે.

25 વર્ષનો ગુરુરાજ પુજારી કેરળના ચિત્તુરનો રહેવાસી છે. એ ભારતીય હવાઈ દળનો કર્મચારી છે. એના પિતા ઓટોરિક્ષા ડ્રાઈવર છે.