વર્લ્ડ કપ ફૂટબોલઃ સ્વીડન, રશિયાને હરાવી ઈંગ્લેન્ડ, ક્રોએશિયા સેમી ફાઈનલમાં

સમારા (રશિયા) – અહીં ફિફા વર્લ્ડ કપ-2018ની આજે રમાઈ ગયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે સ્વીડનને 2-0થી પરાજય આપીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 11 જુલાઈએ મોસ્કોમાં રમાનાર સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ક્રોએશિયા સાથે થશે, જેણે અન્ય ક્વાર્ટર ફાઈનલ મેચમાં યજમાન રશિયાને પેનલ્ટી શૂટઆઉટ પરિણામમાં 4-3થી પરાજય આપ્યો હતો. ફાઈનલ મેચ 15 જુલાઈએ રમાશે. સેમી ફાઈનલ તબક્કામાં આ સાથે ચારેય ટીમ યુરોપની છે. 10 જુલાઈની પહેલી સેમી ફાઈનલમાં ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે મુકાબલો થશે.

હાફ ટાઈમે સ્કોર ઈંગ્લેન્ડની તરફેણમાં 1-0 હતો.

30મી મિનિટે ડીફેન્ડર હેરી મેગ્વાયરે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી દઈને ઈંગ્લેન્ડને 1-0ની સરસાઈ અપાવી હતી. ત્યારબાદ 59મી મિનિટે ડિલી એલ્લીએ સ્વિડિશ ડીફેન્સને ભેદીને, પોતાને સરસ રીતે પોઝીશન કરીને હેડર ગોલ કરીને ટીમની સરસાઈ વધારીને 2-0 કરી હતી.

ઈંગ્લેન્ડના ગોલકીપર જોર્ડન પીકફોર્ડે સ્વીડિશ ખેલાડીઓના અનેક શોટ્સને ગોલ થતાં અફલાતૂન રીતે રોક્યા હતા. એને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

25 મિનિટની રમત બાદ એકેય ગોલ નોંધાયો નહોતો. ઈંગ્લેન્ડ ટીમ મેચ જીતવા માટે ફેવરિટ્સ હતી, પરંતુ સ્વીડીશ ખેલાડીઓનું ડીફેન્સ ભેદવું અને ગોલકીપર રોબીન ઓલ્સનને છક્કડ ખવડાવવી ઈંગ્લેન્ડ માટે આસાન કામ નહોતું.

કોલંબિયા સામે જીતનાર ટીમને ઈંગ્લેન્ડે યથાવત્ રાખી હતી. જ્યારે સ્વીડને તેની ટીમમાં બે ફેરફાર કર્યા હતા.

રશિયાને હરાવી ક્રોએશિયા સેમી ફાઈનલમાં

ગઈ કાલની અન્ય ક્વાર્ટર ફાઈનલમાં, ક્રોએશિયાએ યજમાન રશિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ફૂલ ટાઈમ બાદના એક્સ્ટ્રા ટાઈમમાં પણ સ્કોર 2-2થી બરાબર રહેતાં પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો હતો.

ઈંગ્લેન્ડનો અને મેચનો પહેલો ગોલ કરનાર હેરી મેગ્વાયર

ઈંગ્લેન્ડ-સ્વીડન મેચ

59મી મિનિટે ડીલીનો હેડર ગોલ

ઈંગ્લેન્ડના ગોલકીપર જોર્ડન પીકફોર્ડનો ઈમ્પ્રેસિવ દેખાવ – મેન ઓફ ધ મેચ ઘોષિત

ઈંગ્લેન્ડ-સ્વીડન મેચ

ઈંગ્લેન્ડ-સ્વીડન મેચ

ઈંગ્લેન્ડ-સ્વીડન મેચ

ઈંગ્લેન્ડ-સ્વીડન મેચ

ઈંગ્લેન્ડ-સ્વીડન મેચ

ઈંગ્લેન્ડ-સ્વીડન મેચ

ઈંગ્લેન્ડ-સ્વીડન મેચ

ઈંગ્લેન્ડ-સ્વીડન મેચ

ઈંગ્લેન્ડ-સ્વીડન મેચ

 

ક્રોએશિયા-રશિયા મેચ

ક્રોએશિયા-રશિયા મેચ

ક્રોએશિયા-રશિયા મેચ

ક્રોએશિયા-રશિયા મેચ

ક્રોએશિયા-રશિયા મેચ

ક્રોએશિયા-રશિયા મેચ

ક્રોએશિયા-રશિયા મેચ