વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાતઃ ધોનીના સહયોગી તરીકે કાર્તિકનો સમાવેશ; પંત આઉટ

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આવતી 30 મેથી 14 જુલાઈ સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની 15-સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે.

વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીની સહાયતા માટે કોને પસંદ કરવામાં આવશે એ સવાલ પર આજે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. દિનેશ કાર્તિકને એ માટે પસંદ કરવામાં આવ્યો છે. જોકે રિષભ પંતને બાકાત રખાયો છે.

ટીમની પસંદગીનો નિર્ણય આજે અહીં બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠકમાં કેપ્ટન વિરાટ કોહલી, હેડ કોચ રવિ શાસ્ત્રી પણ હાજર હતા.

ટીમની જાહેરાત વડા પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદે પત્રકાર પરિષદમાં કરી હતી.

15-સભ્યોની ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન)
રોહિત શર્મા (વાઈસ કેપ્ટન)
શિખર ધવન
કે.એલ. રાહુલ
વિજય શંકર
મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર)
કેદાર જાધવ
દિનેશ કાર્તિક
યુઝવેન્દ્ર ચહલ
કુલદીપ યાદવ
ભૂવનેશ્વર કુમાર
જસપ્રીત બુમરાહ
હાર્દિક પંડ્યા
રવિન્દ્ર જાડેજા
મોહમ્મદ શમી.