એશિયન ગેમ્સ 2018: બજરંગ પુનિયાએ કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો

0
1166

જકાર્તા – અહીં રમાતા 18મા એશિયાઈ રમતોત્સવમાં આજે પહેલા જ દિવસે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગોલ્ડ અપાવનાર છે કુસ્તીબાજ બજરંગ પુનિયા. એણે પુરુષોની ફ્રીસ્ટાઈલ કુસ્તીની રમતમાં, 65 કિ.ગ્રા. વર્ગની ફાઈનલમાં જાપાનના પહેલવાન તાકાતીની દાઈચી 11-8 સ્કોરના તફાવતથી પરાજય આપ્યો છે.

બજરંગ પુનિયા મોંગોલિયાને પહેલવાનને 10-0થી પછાડીને ફાઈનલમાં પહોંચ્યો હતો.

24 વર્ષનો બજરંગ આજે આખા દિવસમાં વાઘની જેમ લડ્યો હતો. એ કુલ ચાર મેચ રમ્યો હતો. એમાંની ત્રણ મેચમાં એ ટેકનિકલ સુપિરીયર વિજેતા બન્યો હતો. આમ, એણે એના હરીફો પર વર્ચસ્વ જમાવ્યું હતું. પુનિયાએ ક્વાર્ટર ફાઈનલમાં તાજિકીસ્તાનના પહેલવાનને 12-2થી પછાડ્યો હતો. એ પહેલાં, ઉઝબેકિસ્તાનના પહેલવાનને હરાવી પુનિયા ક્વાર્ટર ફાઈલમાં પહોંચ્યો હતો.

(જુઓ પુનિયા-દાઈચી વચ્ચેનો ફાઈનલ જંગ)

પુનિયાએ ગયા વર્ષના સપ્ટેંબરમાં એશિયન ઈન્ડોર ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેચમાં પણ દાઈચીને પરાજય આપ્યો હતો.

આજની ફાઈનલમાં, તાકાતાનીએ પહેલા રાઉન્ડની શરૂઆતમાં ચાર પોઈન્ટ્સ મેળવી લેતાં બજરંગ માટે જંગ કઠિન બન્યો હતો, પણ બજરંગે જોરદાર આક્રમણ વધારીને 6-4 સ્કોરથી આગળ નીકળી ગયો હતો. બીજા રાઉન્ડમાં એ વધારે આક્રમક બન્યો હતો.

બજરંગ પુનિયાને ટ્વીટ દ્વારા અભિનંદન આપતો ભૂૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દર સેહવાગ.