એશિયન ગેમ્સઃ સ્વપ્ના બર્મને હેપ્ટેથ્લોનમાં ગોલ્ડ મેડલ જીત્યો

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 11મા દિવસે ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. મહિલાઓની હેપ્ટેથ્લોન રમતમાં, પશ્ચિમ બંગાળના જલપાઈગુુડી શહેરની હદમાં આવેલા ગામની રહેેેવાસી સ્વપ્ના બર્મને એની ઈન્જરીની પરવા કર્યા વિના જોરદાર પરફોર્મન્સ બતાવીને પહેલું સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.

હેપ્ટેથ્લોનમાં સાત રમતોની હરીફાઈ થઈ. એમાંથી 3માં સ્વપ્નાએ પર્સનલ બેસ્ટ દેખાવ કર્યો હતો. કુલ 6026 પોઈન્ટ મેળવીને એ પ્રથમ સ્થાને આવી.

હેપ્ટેથ્લોનમાં સાત રમતોની હરીફાઈ એટલે – 100 મીટર હર્ડલ્સ, 200 મીટર દોડ, 800 મીટર દોડ, ગોળાફેંક (શોટપૂટ), ભાલાફેંક (જેવેલીન થ્રો), હાઈ જમ્પ અને લોન્ગ જમ્પ. સ્વપ્નાએ આમાં ગોલ્ડ મેડલ જીત્યો.

વર્તમાન ગેમ્સમાં ભારતનો આ છે, 11મો ગોલ્ડ મેડલ.

સ્વપ્ના રીક્ષાચાલકની પુત્રી છે. એના બંને પગમાં છ-છ અંગૂઠાં છે. પરિણામે એને તાલીમ લેવામાં પણ તકલીફ રહેતી હોય છે. એ ગરીબ ઘરની હોવાથી એને સામાન્ય રીતે ઉપલબ્ધ જૂતાં ખરીદવાનું પરવડતું પણ નથી.

આજે હરીફાઈની શરૂઆતથી જ એને દાઢમાં સખત દુખાવો રહ્યો હતો એ છતાં ગોલ્ડ જીતી લાવી છે.

અગાઉ, પુરુષોની 800 મીટરની રેસમાં મનજીત સિંહે ભારતને