રોહિંગ્યા દેશની સુરક્ષા માટે ખતરારૂપ છેઃ મોહન ભાગવત

નાગપુર– વિજયા દશમીના અવસર પર આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આરએસએસના કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે રોહિંગ્યા આપણા દેશ માટે ખતરારૂપ છે. તો આપણા દેશમાં ખતરાની ચિંતા કેમ થતી નથી. સંઘ પ્રમુખે સવાલ કર્યો હતો કે રોહિંગ્યા અહીંયા કેમ છે? તેમને તેમનો દેશ કેમ છોડવો પડ્યો. મ્યાનમારે રોહિંગ્યા પર સૌથી મોટું પગલું ભર્યું છે, જો તેમને કયાંય પણ શરણું આપવામાં આવશે તો તે માનવતાના આધાર પર હોય કે પછી સુરક્ષાના આધાર પર તે સારુ નહી હોય. તેમણે એમ પણ કહ્યું કે જો રોહિંગ્યાને આપણા દેશમાં રહેવાની મંજૂરી અપાશે તો તે આપણા દેશ માટે ખતરો બની જશે.

નાગપુરના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજન પછી ઉપસ્થિત લોકોને સંબોઝન કરતાં ભાગવતે કહ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકાર સારુ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આતંકીઓને ખતમ કરવાની રણનીતિકની પોઝિટિવ અસર જમીન પર જોવા મળી રહી છે. જે દ્રઢતાથી આતંકીઓની સામે અને સરહદ પર ફાયરિંગથી સરકાર લડી રહી છે, તે કાબિલેતારીફ છે.

મોહન ભાગવતે કહ્યું હતું કે તાજેતરમાં મહિનામાં જે રીતે કશ્મીરમાં આતંકવાદીઓને હેન્ડલ કરાયા છે, તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે. સરકારે આતંકવાદીઓના ગેરકાયદે આર્થિક સ્ત્રોતોને ખતમ કરીને સરકારે તેમના ખોટા પ્રોપગેંડા અને ભડકાઉ કાર્યવાહીને નિયંત્રિત કરી છે. મોહન ભાગવતે મુંબઈ રેલવે સ્ટેશન પર નાશભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે શુક્રવારે જે ઘટના બની તેના ખુબ જ દુઃખદ છે.

મોહન ભાગવતે કહ્યું હતું કે કશ્મીરિયોને ભારતની સાથે જોડવા માટે સરકારે વધુ પ્રયાસ કરવા જોઈએ. કશ્મીરિયોને માનવીયતા મહસૂસ થવી જોઈએય. સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ કશ્મીર સુધી પહોંચી નથી, જે પહોંચવી જોઈએ.