યોગી આદિત્યનાથે રામ મંદિર મુ્દ્દે આપ્યુ સૌથી મોટું નિવેદન

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નિવેદન આપતા જણાવ્યું છે કે અયોધ્યામાં મંદિર હતું, છે અને રહેશે. તેમણે જણાવ્યું કે મંદિરને ભવ્યતા આપવાની વાત છે અને તે કાર્ય પણ જલ્દી જ થશે. યૂપીના સીએમ યોગી આદિત્યનાથે આ વાત મીડિયા સાથે વાત કરતા કહી હતી.

યોગીએ કહ્યું કે રામ મંદિર નિર્માણને લઈને સરકાર સંવૈધાનિય મર્યાદાઓમાં રહીને તમામ વિકલ્પો પર વિચાર કરશે. તેમણે જણાવ્યું કે અમારો પ્રયત્ન અયોધ્યાની ઓળખ તેને પાછી અપાવવાનો છે. અમારી સરકાર દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે તે અયોધ્યાને તેની વાસ્તવિક ઓળખ પાછી અપાવવાની દિશામાં ભરવામાં આવેલું પગલું છે.

સાધુ-સંતોની નારાજગીના સવાલ પર યોગીએ જણાવ્યું કે કોઈ સાધુ સંત અમારાથી નારાજ નથી. તમામ સંતો અમારી સાથે છે. તેમણે જણાવ્યું કે તમામ સંતોના આશિર્વાદ રાષ્ટ્રવાદી સરકારો સાથે છે.

યોગીએ જણાવ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની એક દર્શનીય મૂર્તિ સ્થાપિત થાય એના માટે ચર્ચા કરી છે. યોગીએ એ પણ જણાવ્યું કે તેમણે મૂર્તિ સ્થાપિત કરવા માટે એક જગ્યા પણ જોઈ છે. એક પૂજનીય મૂર્તિ મંદિરમાં હશે અને એક દર્શનીય મૂર્તિ અલગ હશે.