કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર (59)નું બેંગલુરુમાં નિધનઃ એમને કેન્સર હતું

0
1247

બેંગલુરુ – કેન્દ્રીય રસાયણ અને ફર્ટિલાઈઝર્સ ખાતાના કેબિનેટ પ્રધાન અનંત કુમારનું આજે નિધન થયું છે. એ 59 વર્ષના હતા. અનંત કુમાર ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને અનુભવી સંસદસભ્ય હતા.

અનંત કુમારનું બેંગલુરુની હોસ્પિટલમાં આજે વહેલી સવારે બે વાગ્યે નિધન થયું હતું. એમને કેન્સર હતું અને ન્યુ યોર્કમાં એક કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર કરાવ્યા બાદ ગયા મહિને જ અમેરિકાથી બેંગલુરુ પાછા ફર્યા હતા.

અનંત કુમારે અંતિમ શ્વાસ લીધો હતો ત્યારે એમના પત્ની ડો. તેજસ્વિની અને બે પુત્રી એમની બાજુમાં જ હતાં.

અનંત કુમારના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે બેંગલુરુમાં નેશનલ કોલેજ ખાતે રાખવામાં આવશે.

અનંત કુમારના નિધનના સમાચાર બાદ વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન સહિત અનેક મહાનુભાવોએ ટ્વીટ કરીને શબ્દાંજલિ વ્યક્ત કરી છે.