ચેન્નઈમાં પાણી માટે હાહાકાર, 4 મોટા જળાશયોમાં જળસ્તર ઝીરો, વોટર ટ્રેન ક્યારે?

ચેન્નઈઃ ચેન્નઈમાં પાણીને લઈને હાહાકાર મચ્યો છે. જો કે ગુરુવારના રોજ 200 દિવસ બાદ અહીંયા સામાન્ય વરસાદ થયો છે. આ શહેર 30 વર્ષમાં પહેલીવાર પાણી માટે આટલી ભારે કટોકટી સર્જાઈ છે. આ ઝીરો સીટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. સ્થિતી એટલી ભયાનક છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે બાળકોની સ્કૂલ બેગનું વજન વધી ગયું છે.

બાળકો ઘરેથી પાણીની ઘણી બોટલો લઈને શાળાએ જાય છે. પાણી અહીંયા હવે સહજ રુપે ઉપલબ્ધ નથી. તમિલનાડુની શાન રહેલું ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કોરિડોર પર પણ દબાણ વધી ગયું છે. કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા માટે કહી રહી છે.

રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં પાણીનું રેશનિંગ થઈ રહ્યું છે. મોલ પણ લોકોને પાણીના ઉપયોગમાં ખૂબ સાવચેતી રાખવા માટે કહી રહ્યા છે. ઘરોમાં પાઈપ દ્વારા થતો પાણીનો સપ્લાય સામાન્ય સ્તરના મુકાબલે 10 ટકાથી પણ ઓછો છે. કોઈને અહીંયા ખબર જ નથી કે પાણી ક્યાંથી આવશે.

ચેન્નઈ માટે પાણીના સ્ત્રોત રહેલા ચાર મોટા જળાશયોમાં જળ સ્તર ઝીરો ડીગ્રીથી નીચે ચાલ્યું ગયું છે. તેમાં આજે ક્ષમતાનું 1 ટકા પાણી પણ વધ્યું નથી. હવે આ શહેર પૂર્ણ રીતે પોતાના ત્રણ વોટર ડીસેલિનેશન પ્લાન્ટ પર નિર્ભર છે. આ પ્લાન્ટ રાતદિવસ ચલાવવામાં આવી રહ્યા છે. ઓછામાં ઓછા આવનારા 100 દિવસમાં સારા વરસાદની શક્યતાઓ નથી.

જાણકારોનું કહેવું છે કે એક બે સપ્તાહની વાત હોય તો સમાધાન થઈ શકે છે. પરંતુ હજી ઘણા દિવસો સુધી વરસાદની શક્યતાઓ નથી. ત્યારે ચેન્નઈમાં લોકોને જીવિત રાખવા માટે વ્યાપક રણનીતિ જરુરી છે. વેલ્લોરથી ટ્રેન દ્વારા પાણી લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ ચેન્નઈથી આશરે 143 કિલોમીટર દૂર છે.