UPના કુશીનગરમાં ટ્રેન-સ્કુલ વાનની ટક્કર, 13 બાળકોના મોત

કુશીનગર– ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. દુદહી રેલવે ક્રોંસિંગ પર સ્કુલ વાન ટ્રેનની ઝપટમાં આવી ગઈ છે. આ ઘટનામાં 13 સ્કુલના બાળકોના મોત થવાની જાણકારી મળે છે. અને 5 બાળકો ગંભીરરૂપથી ઈજાગ્રસ્ત થયા છે. સ્કુલ વાનમાં 18 બાળકો હતા. આ ઘટના પછી ઉત્તરપ્રદેશના સીએમ આદિત્યનાથ યોગી ઘટના સ્થળે જવા રવાના થયા છે, અને પીએમ નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યાં હાજર રહેવા અને આ ઘટનાને નજરે જોનારાનું કહેવું હતું કે વાનનો ડ્રાઈવર ઈયરફોન ભરાવીને વાન ચલાવી રહ્યો હતો. જાણકારી મળ્યા મુજબ કુશીનગરની ડિવાઈન મિશન સ્કુલની વેન(ટાટા મેજિક) આજે સવારે 18 બાળકોને લઈને સ્કુલ જઈ રહી હતી. ત્યારે વચ્ચે માનવ રહિત ક્રોસિંગ પર થાવે-બઢની પેસેન્જર ટ્રેનને વાનની ટક્કર થઈ ગઈ, જેમાં 11 બાળકોના માત થયા છે. અને 7 બાળકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ રૂટ પર ટ્રેનોનું સંચાલન વધુ થતુ નથી, ગણીગાંઠી ટ્રેનો જ અહીંયા ચાલે છે.

ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. અને પ્રશાસનને રાહત અને બચાવ કાર્ય માટે નિર્દેશ આપ્યા છે, તેમજ સીએમે દરેક મૃતકો બાળકો અને ઘાયલ બાળકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. સાથે ગોરખપુર કમિશનરને ઘટનાની તપાસ કરવા આદેશ આપ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ઘટના પર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવારજનો સાથે મારી સંવેદના છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે પણ ટ્વીટ કરીને દુઃખ રજૂ કર્યું છે. મે સીનિયર અધિકારીઓને આ ઘટનાની ઈન્કવાયરીનો નિર્દેશ આપ્યો છે. મૃતકોના પરિવારજનોને રેલવે દ્વારા 2-2 લાખની સહાયતા આપવામાં આવશે. યુપી સરકાર દ્વારા અપનાર સહાયતા ઉપરાંત રેલેવે વધુ 2-2 લાખ આપશે.