કેન્દ્ર સરકારે કરી મેડિકલ કાઉન્સિલના નવા બોર્ડની રચના

નવી દિલ્હી- કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા બોર્ડની રચના કરી છે. આ અંગે કેન્દ્ર સરકારે એક અધ્યાદેશ પસાર કર્યો છે. આ બોર્ડમાં ડોક્ટર વી.કે. પાલ, જગત રામ, ગંગાધર, નિખિલ ટંડન, બલરામ ભાર્ગવ ગુલેરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.નવા બોર્ડે તેમનું કામ શરુ કરી દીધું છે. નવા બોર્ડની રચના કરવાની સાથે જૂના બોર્ડનું વિઘટન કરી દેવામાં આવ્યું છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના વર્ષ 1934માં કરવામાં આવી હતી. આ કાઉન્સિલ દેશમાં ચિકિત્સાના માપદંડોનું ધ્યાન રાખે છે અને બધી જ મેડિકલ શિક્ષણ સંસ્થાઓનું નિરીક્ષણ કરે છે.

વર્ષ 1934માં લાવવામાં આવેલા આ કાયદામાં 1956માં બદલાવ કરવામાં આવ્યો હતો અને જુના કાયદાને નિરસ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 1964, વર્ષ 1993 અને વર્ષ 2001માં તેમાં સંશોધન કરવામાં આવ્યું હતું.