બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં પાકિસ્તાની ત્રાસવાદી ખાલીદ ઠાર

શ્રીનગર – પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પાકિસ્તાની નાગરિક અને કશ્મીરમાંની આતંકી કામગીરી સંભાળતો ખાલીદ આજે જમ્મુ અને કશ્મીર રાજ્યના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા જવાનો સાથેના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે ખાલીદ આ વિસ્તારના રફીયાબાદ ગામમાં આવ્યો હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા જવાનોએ ગામને ચારેબાજુએથી ઘેરી લીધું હતું.

ખાલીદ તથા અન્ય ત્રાસવાદીઓ જે ઘરમાં છુપાયા હતા એ ઘરની નજીક જવાનો પહોંચ્યા હતા. ત્યારે એમની પર ઘરની અંદરથી ત્રાસવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો.

જવાનોએ એનો વળતો જવાબ આપ્યો હતો.

એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે ખાલીદનું સાંકેતિક નામ ધરાવતો અને જૈશ-એ-મોહમ્મદનો જે ઓપરેશન વડો હતો તે પાકિસ્તાની નાગરિક એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.

બપોરે ૧ વાગ્યે પણ સર્ચ ઓ

પરેશન ચાલુ હતું. સુરક્ષા જવાનો ત્રાસવાદી કમાન્ડનર ખાલીદનો મૃતદેહ મેળવવા પ્રયાસમાં હતા.

ખાલીદ સુરક્ષા દળોની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદી પર હતો. એ ખતમ થતાં જમ્મુ અને કશ્મીરમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓને મોટો ફટકો પડશે.

એન્કાઉન્ટર ઓપરેશન જમ્મુ અને કશ્મીરના પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સ્થાનિક પોલીસો, સીઆરપીએફ તથા લશ્કરના જવાનોએ સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.

ખાલીદ છેલ્લા બે-ત્રણ વર્ષથી કશ્મીરમાં સક્રિય હતો. ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં યુવાનોની ભરતી કરવામાં એ મુખ્ય ભૂમિકા ભજવતો હતો.