બિહાર બાલિકા આશ્રયગૃહ દુષ્કર્મ કેસઃ સુપ્રીમે પ્રધાન સામે કાર્યવાહી મુદ્દે કર્યો આ આદેશ

નવી દિલ્હીઃ દેશભરમાં ભારે ખળભળાટ મચાવનાર બિહાર મુઝ્ફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સુ્પ્રીમકોર્ટે મુખ્ય આરોપીને અન્ય રાજ્યની જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. આરોપી બ્રજેશ ઠાકુરને તેની રાજકીય લાગવગના જોરે કેસ પર પ્રભાવ પાડવાની સંભાવનાઓ જોતાં તેને પંજાબના પટિયાલાની હાઈ સિક્યૂરિટી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ સાથે પ્રધાન મંજૂ વર્માની ધરપકડ ન કરવા મામલે પણ નિતીશકુમારની રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી અને 31 તારીખ સુધીમાં કાર્યવાહીનો સ્ટેટસ રીપોર્ટ માગ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાન મંજૂ વર્મા સામે પુરાવાઓ હોવા છતાં તેની ધરપકડ કરવામાં આવી નથી. તે કેબિનેટપ્રધાન હોવાથી તેને બક્ષવામાં આવી છે તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો.

મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં રહેલી સગીરવયની અને નાની બાલિકાઓ સાથે તેમને ડ્રગ્ઝ આપીને દુષ્કર્મ આચરાતું હોવાની જઘન્ય ઘટનાઓની સમગ્ર જાણકારી મેળવી સુપ્રીમ કોર્ટે આંચકા સાથે જણાવ્યું હતું કે આ બધું શું થઇ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે 20 સપ્ટેમ્બર સુધી આ કેસમાં સામેલ રહેલાં સીબીઆઈ ઓફિસરોની લિસ્ટ પણ માગી છે.