લોકસભા, વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે યોજાય એની સામે રાજકીય પક્ષોનો વિરોધ

નવી દિલ્હી – લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે યોજવાના વિચારનો અનેક વિરોધ પક્ષોએ આજે વિરોધ કર્યો છે.

કર્મચારીઓ, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ ઉક્ત બંને ચૂંટણી સાથે યોજવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આઈડિયાનો વિરોધ કર્યો હતો.

વિપક્ષી સભ્યોનો એવો મત હતો કે હાલને તબક્કે ચૂંટણીઓ સાથે યોજવાનું વ્યવહારુ રીતે શક્ય નથી.અનેક વિપક્ષી સભ્યોનું એવું માનવું હતું કે ચૂંટણીઓ સાથે યોજવી એ હાલની પરિસ્થિતિમાં યથાર્થ નથી અને શક્ય પણ નથી.

બેઠકમાં ચૂંટણી સુધારા સંબંધિત અનેક મુદ્દે ચર્ચા થઈ હતી અને ચર્ચા અપૂર્ણ રહી છે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ હાલમાં જ એક ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવા માટે તમામ રાજકીય પક્ષો સહમત થવું જોઈએ, કારણ કે એનાથી ખર્ચમાં ઘણી બચત થઈ શકે છે. અવારનવાર ચૂંટણીઓ યોજવી પડતી હોવાથી ખૂબ નાણાકીય ખર્ચો થાય છે અને માનવસ્રોતનો વધુપડતો ઉપયોગ કરવો પડે છે.

httpss://twitter.com/TimesNow/status/955111816182378497