એસબીઆઈનો નવો નિયમ લાગુ, એક દિવસમાં માત્ર 20 હજાર જ ઉપાડી શકાશે

નવી દિલ્હીઃ એસબીઆઈએ પોતાના પસંદગીના કાર્ડ્સ માટે કેશ વિડ્રોલ લિમિટ અડધી ઘટાડીને 20 હજાર રુપિયા કરી દીધી છે. આ બદલાવ બુધવારથી લાગૂ થયો છે. આ બદલાવ ક્લાસિક અને મેસ્ટ્રો ડેબિટ કાર્ડ્સ માટે કરવામાં આવ્યો છે કે જે બેંકના અધિકાંશ ગ્રાહકો રાખે છે. જો કે એસબીઆઈ ડેબિટ કાર્ડના અન્ય વેરિએન્ટ એટીએમથી વધારે વિડ્રોલનો ફાયદો ઉઠાવશે.એસબીઆઈના એક વરિષ્ઠ અધિકારી અનુસાર એટીએમથી કેશ વિડ્રોલ 20 હજારથી ઓછું રહે છે અને આ બદલાવથી ફ્રોડ રોકવા અને ડિજિટલ ટ્રાંઝેક્શનને વેગ આપવામાં મદદ પ્રાપ્ત થશે. આશરે એક મહિના પહેલા એસબીઆઈએ પોતાના ક્લાસિક અને મેસ્ટ્રો ડેબિટ કાર્ડ રાખનારા ગ્રાહકોને 31 ઓક્ટોબરથી કેશ વિડ્રોલ લિમિટ ઘટાડીને 20 હજાર રુપિયા કરવા એલર્ટ મોકલ્યું હતું.

આશાઓ રાખવામાં આવી રહી છે કે એસબીઆઈના આ નિયમથી આવનારા સમયમાં ખાતા ધારકોને ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. જો કે ગ્રાહક એટીએમથી કેશ નિકાળવાની વધારે સીમા ઈચ્છે તો એસબીઆઈ દ્વારા રજૂ કરવામાં અન્ય આંકડાઓ પર સ્વીચ કરી શકે છે.