જોધપુર કોર્ટે સલમાનખાનને જામીન આપ્યા

જોધપુર– બે દિવસની સુનાવણી બાદ જોધપુર કોર્ટે સલમાનખાનને જામીન આપ્યા છે. કોર્ટે રૂપિયા 50 હજારના જાતમુચરકા પર જામીન આપ્યા છે. બે દિવસ જેલમાં રહ્યા બાદ સલમાનની આજે મુક્તિ થશે. સલમાનખાનના વકીલે કહ્યું હતું કે અમને ન્યાય મળ્યો છે. સમાચાર મળી રહ્યા છે કે બિશ્નોઈ સમાજ હાઈકોર્ટમાં અપીલ કરશે.

કાળિયાર શિકાર કેસમાં જેલમાં બંધ સલમાનખાનની જામીન અરજી પરની સુનાવણી આજે થનાર છે. સલમાનખાનને પાંચ વર્ષની જેલની સજા થઈ છે. સલમાન છેલ્લા બે દિવસથી જેલમાં બંધ છે, ગઈકાલે સલમાનના વકીલે 51 પાનાની જામીન અરજીની અપીલ ફાઈલ કરી હતી. સલમાનની જામીન અરજીનો ચુકાદો આવે તે પહેલા જ જજોના ટ્રાન્સફર ઓર્ડર આવ્યા હતા. જો કે સલમાનની જામીન અરજી પર ચુકાદો આવશે કે કેમ, તે અંગે સસ્પેન્સ હતું. પણ જોધપુર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ રવિન્દ્રકુમાર જોશી કોર્ટમાં આવ્યા હતા.સલમાનખાનના વકીલ મહેશ બોરાના કહેવા પ્રમાણે તેઓ આજે જજ સાહેબને જામીન અરજી પર ચુકાદો આપવા અપીલ કરશે. જો એમ નહી થાય તો તેઓ લિંક કોર્ટમાં જઈને પિટીશન ફાઈલ કરશે. પણ આજે સુનાવણી કરાવશે. તેઓ એક સપ્તાહની લાંબી રાહ નહી જોઈ શકે.

બીજી તરફ સરકારી વકીલ ભવાનીસિંહ ભાટીનું કહેવું છે કે કોર્ટે પુરા મામલાની સુનાવણી સાંભળી લીધી છે. હવે જજ પર આધાર રાખે છે કે આ મામલાની સુનાવણી કરશે કે નહી. આજે લંચ બાદ સલમાનની જામીન અરજી પર કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે.