હરિયાણાના રેવાડીમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સમ્માનિત છાત્રા સાથે ગેંગરેપ, આરોપી ફરાર

0
2302

રેવાડી- દેશમાં બાળકીઓ સાથે દુષ્કર્મના કેસ વધી રહ્યાં છે. હવે તેમાં વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં હરિયાણામાં બોર્ડ પરીક્ષામાં ટોપર રહેલી રેવાડીની એક વિદ્યાર્થિની સાથે અપહરણ અને સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.ત્રણ યુવકોએ દુષ્કર્મની આ ઘટનાને અંજામ આપ્યો હતો. યુવતી કોચિંગ ક્લાસથી પરત ફરી હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું અને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસે  અંગે FIR નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર યુવતી રેલવે પરીક્ષા માટે તૈયારી કરી રહી હતી. જેના માટે યુવતી મહેન્દ્રગઢના કનીનામાં કોચિંગ ક્લાસમાં ગઈ હતી. કોચિંગ ક્લાસમાંથી પાછા ફરતા સમયે ત્રણ યુવાનોએ તેનું અપહરણ કર્યું અને માદક પદાર્થ પીવડાવી તેના પર દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આ સંદર્ભમાં કેસ દાખલ કર્યો છે અને કેસની તપાસ કરી રહી છે.