ઝારખંડ હાઈકોર્ટે લાલૂપ્રસાદની જામીન અરજી નકારી, 30 ઓગસ્ટ સુધીમાં સરેન્ડર કરવા આદેશ

રાંચી- ઘાંસચારા કૌભાંડ સહિત અન્ય જુદાજુદા કૌભાંડમાં દોષી સાબિત થયેલા રાષ્ટ્રિય જનતા દળના (RJD) અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલૂપ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટ તરફથી રાહત આપવામાં આવી નથી. હાલ જામીન પર બહાર લાલૂપ્રસાદ યાદવની મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવાની અરજીને ઝારખંડ હાઈકોર્ટે નકારી કાઢી છે.લાલૂપ્રસાદ યાદવને હવે 30 ઓગસ્ટ સુધીમાં સરેન્ડર કરવું પડશે. અને હવેથી જેલ મેન્યૂઅલ પ્રમાણે જ તેમની સારવાર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, મેડિકલ ગ્રાઉન્ડ પર લાલૂપ્રસાદ યાદવના 27 ઓગસ્ટ સુધી જામીન મંજૂર કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે જામીનની મુદત વધારવા અરજી કરી હતી. જેને રાંચી હાઈકોર્ટે માન્ય રાખી નહતી.

જસ્ટિસ અરપેશ કુમાર સિંહની અદાલતમાં લાલૂપ્રસાદ યાદવના વકીલે મેડિકલ ગ્રાઉન્ડ પર લાલૂપ્રસાદના જામીનની મુદત વધારવા માટે માગણી કરતી અરજી કરી હતી. જેને હાઈકોર્ટે માન્ય રાખી નહતી.