રામ જન્મભૂમિ મામલોઃ સુપ્રીમમાં જમીયતે કહ્યું, સંવૈધાનિક પીઠને સોંપવામાં આવે કેસ

નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આજે જમીયત ઉલેમા એ હિંદે કેસને સંવૈધાનિક પીઠ પાસે મોકલવાની માંગણી કરી છે.

જમીયતના વકીલ રાજૂ રામચંદ્રને જણાવ્યું કે આ મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ છે. અને એટલા માટે જ સંવૈધાનિક પીઠ પાસે તેને મોકલવો જોઈએ. તેમણે એ પણ જણાવ્યું કે હાઈકોર્ટે આને અસાધારણ મહત્વ વાળા કેસ સ્વરૂપે લીધો હતો કાયદાના પ્રશ્ન પર નહી.

2010માં આવેલા ઉત્તર પ્રદેશ હાઈકોર્ટની લખનઉ બેંચના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. વિવાદિત જમીન પર સુનાવણી દરમિયાન આજે જમીયત દ્વારા વકીલે કોર્ટમાં એ પણ તર્ક આપ્યો કે આ કેસની સંવેદનશીલતાના કારણે ન માત્ર અયોધ્યા પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ કાયદો અને વ્યવસ્થા પ્રભાવિત થઈ છે. હાઈકોર્ટના આદેશથી કોઈ પણ પક્ષ ખુશ નથી એટલા માટે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.

તેમણે જણાવ્યું કે રાષ્ટ્ર માટે આ મહત્વપૂર્ણ મુદ્દો છે. સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે તેનો પ્રભાવ સામાજિક સંરચના પર પડશે કારણ કે આ કેસ સાથે દેશના બે ધાર્મિક સમુદાયોની ભાવનાઓ જોડાયેલી છે.