રાજસ્થાન: ભાજપે જાહેર કર્યું ઘોષણા પત્ર, જાણો વસુંધરા સરકારના વાયદાઓ

જયપુર- મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર પુરો થયા બાદ હવે તમામ રાજકીય પક્ષો રાજસ્થાન અને તેલંગાણા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. 7 ડિસેમ્બરે રાજસ્થાનમાં મતદાન થવાનું છે. તે પહેલા આજે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાનું ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કર્યું છે. તે દરમિયાન રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે સાથે કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી પણ હાજર રહ્યાં હતા.ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કરતા પહેલાં સીએમ વસુંધરા રાજેએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળનો હિસાબ જનતા સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે ગત ચૂંટણી ઘોષણા પત્રમાં 665 વાયદાઓ કર્યા હતાં, જેમાંથી 630 વાયદાઓ પુરા કર્યા છે. વધુમાં રાજેએ જણાવ્યું કે, અમે રાજ્યમાં 7 મેડિકલ કોલેજ ખોલી છે અને વિદ્યાર્થીનીઓને સ્કૂટી પણ આપી હતી.વસુંધરા રાજેએ કહ્યું કે, જે સ્થળે પીવાનું પાણી નહતું, અમારી સરકારે ત્યાં પીવાનું પાણી પહોંચાડવાનું કામ કર્યું છે. વસુંધરા રાજેએ કહ્યું કે, અમારી સરકારે ખેડૂતોનું 50 હજાર સુધીનું દેવું માફ કર્યું છે.

BJPના ચૂંટણી ઘોષણા પત્રના મુખ્ય વાયદાઓ…

પ્રત્યેક જિલ્લામાં બનાવવામાં આવશે યોગ ભવન

ખેડૂતો માટે ઋણ રાહત આયોગ

6100 કરોડના ખર્ચે જવાઇ ડેમમાં પાણી

શિક્ષિત બેરોજગારોને 5000 બેરોજગારી ભથ્થું

અરબ સાગરમાંથી પાણી લાવવું

ખેડૂતોની આવક બેગણી કરવાનો લક્ષ્યાંક

MSP ખરીદવાની પ્રક્રિયા અને સુદ્દઢ, પારદર્શી બનાવાશે.

કૃષિ કેન્દ્રિત 250 કરોડ રુપિયાની ગ્રાણીણ સ્ટાર્ટ-અપ ફંડ બનાવશે

ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પરિયોજનાથી વંચિત ગામોને જોડવાની યોજના

સેના ભર્તી શિબિરોમાંથી પહેલા યુવાનોને ટ્રેનિંગ અપાશે, દરેક ઉપખંડમાં પ્રશિક્ષણ કેન્દ્રસ્વરોજગાર અને ખાનગી ક્ષેત્રમાં 50 લાખ રોજગાર ઉભા કરવાનો લક્ષ્યાંક

ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની ગેરંટી (નરેગા)ની જેમ શહેરી રોજગાર ગેરંટી કાયદો બનાવશે

તમામ જિલ્લાને 4 લેન રાજસ્થાન માલા હાઇવે સાથે જોડાશે.

રાજસ્થાન માલાથી 250થી વધારે વસ્તીના 100 ટકા ગામો રસ્તાઓ સાથે જોડાશે.

યુનિવર્સલ હેલ્થ ઈન્શ્યોરન્સની દિશામાં ભામાશાહી યોજનાને વધારાશે.