ચીફ જસ્ટિસ ગોગોઈનો વડાપ્રધાનને પત્ર, સુપ્રીમમાં જજોની સંખ્યા વધારવા માગ…

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડેલા 43 લાખ કેસોને પતાવવા માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને જજોની સંખ્યા વધારવાનો આગ્રહ કર્યો છે. ચીફ જસ્ટીસે વડાપ્રધાન મોદીને પત્ર લખીને બે સંવૈધાનિક સંશોધન કરવાનો આગ્રહ કર્યો છે. પ્રથમ સુપ્રીમ કોર્ટની બેંચમાં જજોની સંખ્યામાં વધારો કરવાનો અને બીજો હાઈકોર્ટના જજોની રિટાયરમેન્ટ અવધીને 62 થી વધારીને 65 વર્ષ કરવાનો. અત્યારે સુપ્રીમ કોર્ટમાં જજોની અધિકતમ સંખ્યા 31 હોઈ શકે છે.

આ સાથે જ સીજેઆઈ રંજન ગોગોઈએ એક અન્ય પત્ર લખીને વડાપ્રધાન મોદી પાસેથી માંગ કરી છે કે એકવાર ફરીથી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના રિટાયર જજોની નિયુક્તિનું પ્રાવધાન કરવામાં આવે. આનાથી લાંબા સમયથી પેન્ડિંગ કેસોને પતાવવામાં મદદ પ્રાપ્ત થશે. સીજેઆઈએ કહ્યું છે કે એક દશકથી વધારે સમય બાદ સુપ્રીમ કોર્ટમાં 31 જજોનું કોરમ પૂર્ણ થયું છે.

અત્યારે સુપ્રીમ કોર્ટમાં 58,669 કેસો લંબિત છે. આ આંકડો સતત વધી રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં નવા કેસો નોંધાઈ રહ્યા છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું કે 26 એવા મામલા છે જે છેલ્લા 25 વર્ષથી પેન્ડિંગ પડેલા છે. 100 કેસ એવા છે કે 20 વર્ષથી પેન્ડિંગ છે. 15 વર્ષથી 593 કેસ પેન્ડિંગ છે અને 10 વર્ષથી 4,977 કેસો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

તેમણે કહ્યું કે જજોની સંખ્યા ઓછી હોવાના કારણે સીજેઆઈને સંવૈધાનિક બેંચનું ગઠન કરવામાં સમસ્યા આવે છે, જેના દ્વારા ઘણા મહત્વપૂર્ણ મામલાઓની સુનાવણી કરી શકાય છે. ચીફ જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે  1988માં જજોની સંખ્યાને 18 થી વધારીને 26 કરવામાં આવી હતી અને પછી ત્રણ દશક બાદ 2009માં આ સંખ્યા 31 કરવામાં આવી. હવે કેસોના અનુપાતમાં જજોની પણ સંખ્યા હોવી જોઈએ. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં 2007માં 41,078 કેસ પેન્ડિંગ હતા પરંતુ હવે આ આંકડો 58,669 સુધી પહોંચી ગયો છે.