રાહુલ અને સોનિયા ગાંધીને મળી ઈનકમ ટેક્સની નોટિસ, 100 કરોડ….

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને ઈનકમ ટેક્સની નોટિસ મળી છે. આમાં સોનિયા અને રાહુલ ગાંધીને 100 કરોડ રુપિયા ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. ઈનકમ ટેક્સ વિભાગે આ નોટિસ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એસોસિએટ જર્નલ્સ લિમિટેડ સાથે સંબંધિત તેમની આવકના પરિક્ષણ બાદ જાહેર કરવામાં આવી છે. આવકવેરા વિભાગના ઓર્ડર અનુસાર ગાંધી પરિવારે 300 કરોડ રુપિયાની ઈનકમ છુપાવી છે. આમાં 100 કરોડ રુપિયાની ટેક્સની દેણદારી છે.

પ્રાપ્ત વિગતો અવુસાર આવકવેરા વિભાગે કહ્યું છે કે સોનિયા ગાંધીએ 155.4 કરોડ અને રાહુલ ગાંધીએ 155 કરોડ રુપિયાની આવક ઓછી દર્શાવી છે. ઈનકમ ટેક્સ વિભાગ અનુસાર બીજીવાર આંકલન બાદ સામે આવેલી આ ઈનકમ આવકથી વધારે બતાવવામાં આવી છે. આઈટી અનુસાર વર્ષ 2011-2012માં રાહુલ ગાંધીએ પોતાની જાહેર કરેલી આવક માટે 68.12 લાખ ટેક્સ ચૂકવ્યો છે. તો આ સાથે આમાં આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યું કે આમાં કોંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાંડિસની આવક 48.9 કરોડ રુપિયા જણાઈ છે.

સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ટેક્સ મામલાઓને બીજીવાર ખોલવાની અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સીનિયર એડવોકેટ પી. ચીદમ્બરમ સોનિયા ગાંધીના વકીલ તરીકે કોર્ટમાં પહોંચ્યા હતા. અહીંયા પી ચિદમ્બરમે જણાવ્યું કે તેમના વિરુદ્ધ 44 કરોડ રુપિયાના કરની દેણદારી ખોટી રીતે દર્શાવવામાં આવી છે. ચિદમ્બરમે જણાવ્યું કે વિભાગના અધિકારી આંકલન વગર જ એ નિષ્કર્ષ પર આવી ગયા કે એસોસિએટ જર્નલ્સ લિમિટેડથી તેમના આંકલનથી જ એ નિષ્કર્ષ પર આવી ગયા કે એસોસિએટ જર્નલ્સ લિમિટેડથી તેમના કમાયેલા 141 કરોડ રુપિયા બચી ગયા કારણકે તેને દર્શાવ્યા જ નહોતા.