જમ્મૂ-કશ્મીરઃ પુલવામા જિલ્લામાં ઘર્ષણ દરમિયાન એક આતંકી ઠાર, બે જવાન શહીદ…

0
1229

પુલવામાઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આતંકીઓ અને જવાનો વચ્ચે થયેલા ઘર્ષણમાં બે જવાનો શહિદ થયા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની ઉપસ્થિતીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ રાત્રે કાશ્મીરના પુલવામા જિલ્લાના રતનીપુરા વિસ્તારમાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને આ ત્યારબાદ ઘર્ષણ શરુ થયું. સુરક્ષા દળોએ પણ આતંકીઓની ગોળીબારીનો જડબાતોડ જવાબ આપ્યો. આ દરમિયાન જવાબી ફાયરિંગમાં એક આંતકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. આપને જણાવી દઈએ કે આ પહેલા જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં રવીવારે રાત્રે આર્મી કેમ્પ પાસે સંગિગ્ધ ગતીવિધી જોવા મળી હતી. સતર્ક સુરક્ષા દળોએ તરત જ આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું અને સમગ્ર મામલે બે લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.