બાળકોને સેના પર વિશ્વાસ છે પણ સ્વાર્થી લોકો સવાલ કરે છેઃ વડાપ્રધાન મોદી

આણંદઃ બપોરે હિંમતનગરમાં સભાને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગર અને આણંદમાં બે સભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે જો સરદાર સાહેબ દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો આજે દેશની સ્થિતિ ખુબ જ સારી હોત. કોગ્રેસે હંમેશા સરદાર સાહેબનો વિરોધ કર્યો છે. કોગ્રેસેે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું પણ અપમાન કર્યું છે. માત્ર હું જ નહી પણ સરદાર સાહેબનું અપમાન દેશનું કોઇ બાળક પણ સહન કરશે નહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- કોંગ્રેસે ગરીબોનું અપમાન કર્યુ અને સાથે જ નામદાર લોકોએ તમામ પછાત વર્ગના લોકોનું અપમાન કર્યુ. કોંગ્રેસની સરકાર દેશના બહુજન સમાજને હિંદુ આતંકવાદના નામે જોડે છે, અને અપમાન કરે છે. કોગ્રેસ મધ્યમ વર્ગને સેલ્ફીશ અને સ્વાર્થી ગણાવે છે. આવા લોકોને ક્યારેય માફ ના કરી શકાય. આ લોકોની ડિપોઝિટ પણ જમા થઇ જવી જોઇએ. કોંગ્રેસીઓ પાકિસ્તાનનાં સમર્થન આપે છે. મને બે દાયકાથી ગાળો આપે છે.પીએમ મોદીએ કહ્યું- લોકો સેનાને સવાલો પૂછે છે, પુલવામામાં આપણા સૈનિકો પર હુમલો થયો છે. મોદી ચૂપ રહેવાનો નથી, ઉરી હુમલા બાદ આપણા સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી. પાકિસ્તાનને ખબર હતી કે, મોદી ચૂપ રહેશે નહી. પુલવામાં હુમલા બાદ બધુ સાફ કરી નાંખ્યું.

પીએમ મોદીએ કહ્યું કે, દેશના બાળકને પણ સેના પર વિશ્વાસ છે પરંતુ સ્વાર્થી લોકોને સેના પર સવાલો કરે છે.