મોબ લિન્ચિંગથી મારું મોત થવાનો મને ડર છેઃ મેહુલ ચોક્સી

0
1790

નવી દિલ્હી – ગીતાંજલી જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સીએ એક સ્પેશિયલ PMLA કોર્ટને એક અરજીમાં જણાવ્યું છે કે એમને ડર છે કે જો પોતે પંજાબ એન્ડ નેશનલ બેન્ક કૌભાંડની તપાસમાં સહકાર આપવા માટે ભારત પાછા આવશે તો એમને કોઈ ટોળું રહેંસી નાખશે. આમ કહીને ચોક્સીએ પોતાની સામેના બિન-જામીનપાત્ર વોરંટને રદ કરવાની વિનંતી કરી છે.

ચોક્સીને પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સ્પેશિયલ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટે આ વર્ષના માર્ચ અને જુલાઈમાં ચોક્સી વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ્સ ઈસ્યૂ કર્યા હતા.

ચોક્સીએ એમની અરજીમાં એવો દાવો કર્યો છે કે એમને એવો ભય છે કે જો પોતે ભારત પાછા ફરશે તો એમને માત્ર એમના ભૂતપૂર્વ કર્મચારીઓ અને લેણદારો જ નહીં, પરંતુ જેલનો સ્ટાફ તથા કેદીઓ પણ કદાચ રહેંસી નાખે.