ગ્રેટર નોએડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું પેટ્રોટેકનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગ્રેટર નોએડામાં 13માં પેટ્રોટેક 2019નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત સૌથી તેજીથી ઉભરતી અર્થવ્યવસ્થા છે અને 2030 સુધી તે દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા થઈ શકે છે.

આ કાર્યક્રમમાં ઉત્તપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રીય પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. એક્સપો માર્ટ પહોંચવા સીએમ યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. તેમની સાથે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ડોક્ટર મહેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદી પહેલા હેલીકોપ્ટરથી એક્સપો માર્ટ પહોંચવાના હતા પરંતુ ટેક્નિક્લ કારણોથી તેઓ છેલ્લી ઘડીએ રોડ માર્ગે એક્પો માર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સરકારના કાર્યોના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે કિસૌભાગ્ય યોજના અંતર્ગત આ વર્ષે દેશમાં 100 ટકા ઘરોમાં વિજળી પહોંચાડવાની છે. સાથે જ તેમણે કહ્યું કે એલઈડી બલ્બોના વિતરણથી એક વર્ષમાં 17,000 કરોડ રુપિયા એટલે કે 2.5 અબજ ડોલરની બચત થઈ છે.

 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત દુનિયાનું ચોથુ સૌથી મોટુ રિફાઈનર છે અને 2030 સુધી આ ક્ષમતામાં 20 કરોડ ટનની વૃદ્ધિ થશે. તેમણે જણાવ્યું કે ઉત્પાદકો અને ઉપભોક્તાઓના હિતોને સંતુલિત કરવા માટે જવાબદાર મૂલ્ય નિર્ધારણની દિશામાં આગળ વધવાની જરુર છે ત્યારે જ લોકોની ઉર્જા જરુરિયાતોને પૂર્ણ કરી શકાશે.