વિશ્વમાં ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વિકસી રહી છે: PM મોદી

0
2368

નવી દિલ્હી- રાજધાની દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઈન્ડિયા-2017નું ઉદઘાટન કર્યા બાદ સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારત એ વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાઓ પૈકી એક છે. કેન્દ્ર સરકારે GST લાગુ કરીને વેરા વસૂલાતની અયોગ્ય વ્યવસ્થાને નાબૂદ કરી છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ખાદ્યાન્નના ઉત્પાદનમાં સારો એવો વધારો નોંધાયો છે. ઉપરાંત કારોબારની સુગમતામાં પણ સુધાર આવ્યો છે. અને સરકાર ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રત્યે કટિબદ્ધ છે.

વડાપ્રધાને કહ્યું કે, ભારત મોટી ક્રાંતિ માટે તૈયાર છે. ભારતમાં ફૂડ ચેઈન વિકસાવવા માટે મોટી તક રહેલી છે. અને આપણી પાસે પાસે મોટો ગ્રાહકવર્ગ પણ રહેલો છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે ‘ગ્રીનફિલ્ડ ઈન્વેસ્ટમેન્ટ’માં પ્રથમ છીએ. 3 દિવસ સુધી ચાલનારા વર્લ્ડ ફૂડ ઈન્ડિયાનું ફૂડ મિનિસ્ટ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતની તાકાત તેની ખેતી છે. ખેતીમાં હવે વિવિધતા જોવા મળી રહી છે. ભારતમાં અનેક પ્રકારના પાક થાય છે. ઉપરાંત ફળ અને શાકભાજીની ખેતી પણ કરવામાં આવે છે. ફૂડ પ્રોસેસિંગ ભારતમાં જીવન જીવવાની રીત છે. ઘરગથ્થુ રીતે બનેલા આપણા અથાણાં, પાપડ, ચટણી અને મુરબ્બા વિશ્વના લોકો પસંદ આવે છે. જેથી ફૂડ પ્રોસેસિંગથી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને પૂરો કરવામાં મદદ મળશે.