PM મોદીએ 11 વર્ષીય બાળકીનાં પત્રનો પ્રત્યુત્તર આપ્યો; ઘણાંએ બાળકીની પ્રશંસા કરી

ગુરૂગ્રામ (હરિયાણા) – અહીંની રહેવાસી 11 વર્ષીય એક બાળકીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તાજેતરમાં થયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી થયેલી જીત બદલ એમને અભિનંદન આપ્યાં છે. સાથોસાથ, પોતાની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાની વડા પ્રધાનને વિનંતી પણ કરી છે.

આરૂષી યાદવ નામની છોકરીએ ગઈ 23 મેના રોજ વડા પ્રધાન મોદીને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો.

આરૂષી ગુરૂગ્રામની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણે છે. પત્રમાં તેણે મોદીને લખ્યું કે, ’તમે ફરીથી વડા પ્રધાન પદે રહેવાના છો એ જાણીને મને ઘણી ખુશી થઈ છે. હું જ્યારે મારી શાળાએ જાઉં છું ત્યારે ત્યાં આજુબાજુમાં ઘણો કચરો જોવા મળે છે. એટલે મારી તમને વિનંતી છે કે, લોકો તેમની આસપાસના પરિસરને સ્વચ્છ રાખે એ માટે તમે એમને પ્રોત્સાહિત કરો અને જો મારે સફાઈકામ કરવાનું આવશે, તો હું પણ એ ખુશીથી કરીશ.’

બાળકીએ વધુમાં વડા પ્રધાનને વિનંતી કરતાં લખ્યું છે કે, ‘કૃપા કરીને મારાં આ પત્રનો પ્રત્યુત્તર તમે જાતે લખી મોકલશો.’

આશ્ચર્યની વાત એ છે કે, વડા પ્રધાને જાતે આ બાળકીને પત્ર લખ્યો છે. તેમણે એમાં લખ્યું છે કે, ‘2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપી-એનડીએની ઐતિહાસિક સફળતા માટે અભિનંદન આપતો પત્ર લખવા બદલ તમારો આભાર.’

‘આ જીત એ વાતની સાબિતી છે કે 130 કરોડ ભારતીયોને વિકાસ અને સુશાસનના રાજકારણમાં વિશ્વાસ છે. ફરીથી લોકોએ એક અડગ, મજબૂત અને સ્થિર સરકારને ચૂંટી લીધી છે, જે ભારતના યુવાઓની મહત્વાકાંક્ષા પૂરી કરવા પ્રતિબદ્ધ છે. પાછલા પાંચ વર્ષોમાં એનડીએ સરકારે એવા ઘણાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા કે, જેના લીધે લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે. એનાથી મને ખાતરી થઈ ગઈ છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાના પ્રયત્નો કરવામાં આવે તો અશક્ય કામ પણ શક્ય થઈ શકે છે.’

મોદીએ વધુમાં લખ્યું છે કે, ’તમને એ જાણીને ખુશી થશે કે, અમને પ્રજા તરફથી કોઈ પણ ફરિયાદ મળે કે તરત અમારી સરકાર એ  કાર્યને પહોંચી વળવાના પ્રત્યેક પગલાં લેવાના પ્રયત્નોમાં લાગી જાય છે. તે છતાં, હજુ 2022 સુધીમાં ઘણાં કાર્યો પૂર્ણ કરવાના છે. જેમ કે, અમે ઈચ્છીએ છીએ કે, દરેક ભારતીયનું પોતાનું એક ઘર હોય, ભારતના દરેક ખેડૂતની આવક બમણી થાય. ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરના આંક સુધી પહોંચે એવી અમારી સરકાર પાસે યોજના છે, જેને સાકાર કરવાની છે. ભારતીય યુવાઓની કાર્યક્ષમતાનો યોગ્ય ઉપયોગ થાય એ માટે ભારતને દુનિયાનું ટોપ સ્ટાર્ટ-અપ ડેસ્ટિનેશન બનાવવાનું બીડું અમે ઝડપ્યું છે.’

મોદીએ એમ પણ લખ્યું છે કે, ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ સૂત્ર અનુસાર, અમારી સરકાર ભારતના પ્રગતિશીલ વિકાસ અર્થે કાર્યો કરતી રહેશે. જેમાં અમે સહુનો સાથ લઈશું. તેમજ અમે તમને એવું વિકાસશીલ તેમજ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું કે, જે ભારતને સશક્ત અને સમૃદ્ધ દેશ બનાવે.’

વડા પ્રધાન મોદીનો પત્ર મળતાં, બાળકીના પિતા રવિન્દ્ર યાદવે પોતાના ટ્વિટર પર આની જાણ કરી હતી. એમણે લખ્યું છે કે, ‘આપણા સહુના માનીતા વડા પ્રધાન મોદી તરફથી પત્ર મળતાં મારી દીકરી ઘણી ખુશ થઈ છે. પત્ર લખવાનું સૂચન એનું પોતાનું જ હતું. મેં ફક્ત એ પત્ર લખવામાં એને મદદ કરી હતી. ધન્યવાદ મોદીજી, પ્રત્યુત્તર લખીને મારી બાળકીને ખુશી આપવા બદલ.’ આ લખાણ સાથે એમણે પોતાની દીકરીનો તેમજ વડા પ્રધાનનો પત્ર પણ યાદવે ટ્વિટર પર શેર કર્યો છે.

httpss://twitter.com/ravinderyadava/status/1142707679699197952

(ઘણા લોકોએ છોકરીનાં વખાણ કર્યાં છે. વાંચો એમનાં ટ્વીટ્સ)…

Nice to see this kind of gesture from our pm…thanks arushi for a wonderful letter, not much kids had even think about it.

— shirish s (@shirishs3)

June 24, 2019

She is gonna be great successful person in future…

— Rewat singh (@rewat271)

June 24, 2019

Very few children have the imagination and guts to write a letter to the PM . Well done Arushi. Equally commendable for the PM to reply. This increases the confidence of the new generation in our government systems.

— ARUN JAIN (@jawalapoly)

June 24, 2019

Good idea by the kid#

— Mohankrishna s (@s_mohankrishna)

June 25, 2019

Such a sweet letter, can see the sense of dedication she has towards the society.

— Sushmita (@Sushmita_1010)

June 24, 2019