વડાપ્રધાન મોદીએ કેદારનાથના દર્શન કર્યા

કેદારનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ પહોંચ્યા હતા. અહીંયા હેલીપેડથી ઉરર્યા બાદ આશરે અડધો કિલોમીટર સુધી વડાપ્રધાન મોદી ચાલીને કેદારનાથ મંદિર સુધી પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. આ વખતે તેમણે જળાભિષેક પણ કર્યો. મંદિરથી બહાર આવ્યા બાદ વડાપ્રધાને નંદીને પ્રણામ કર્યા અને મંદિરની પરિક્રમા પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ ત્રીજીવાર કેદારઘાટી આવ્યા છે.અહીંયા ઉત્તરાખંડની આપદાની એક ફોટો ગેલરી લગાવવામાં આવી છે તેને વડાપ્રધાને જોઈ હતી. જૂન 2013માં ઉત્તરાખંડમાં જે પ્રલય આવ્યો હતો તે સમયે આખી કેદારઘાટી તબાહ થઈ ગઈ હતી. પ્રદર્શનીમાં તેની તસવીરો બતાવવામાં આવી છે. તબાહી બાદ જે નિર્માણ કાર્ય કરાવવામાં આવ્યું તેની વડાપ્રધાને સમીક્ષા કરી હતી.

કેદારનાથ મંદિરને વિશેષ પત્થરોને જોડીને બનાવવામાં આવ્યું છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગો પૈકી એક છે. વડાપ્રધાન મોદી વર્ષ 2017માં બે વાર કેદારનાથ ગયા હતા. વડાપ્રધાન મોદીએ સામાન્ય નાગરિકો સાથે પણ મુલાકાત કરી. ઘણા લોકોએ વડાપ્રધાન સાથે સેલ્ફી પણ લીધી હતી. કેદારનાથના મુખ્ય દ્વાર પર ફૂલો અને રંગોની રંગોળી બનાવવામાં આવી છે.