ભારત, રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધારે મજબૂત બનશેઃ મોદી

0
1584

નવા દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે એમની આગામી મંત્રણા બંને દેશ વચ્ચેની વિશિષ્ટ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત બનાવશે.

મોદીએ એમના રશિયા પ્રવાસની પૂર્વસંધ્યાએ જણાવ્યું કે રશિયાની મૈત્રીપૂર્ણ જનતાને મારી શુભેચ્છા છે. હું મારી આવતીકાલથી સોચી (રશિયા)ની મુલાકાત માટે તેમજ પ્રમુખ પુતિન સાથેની મંત્રણા માટે આતુર છું. એમને મળવામાં મને હંમેશાં આનંદ આવ્યો છે.

સોચીમાં અનૌપચારિક શિખર મંત્રણા માટે પુતિને આપેલા આમંત્રણને માન આપીને મોદી રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે.