ઓવૈસીનો પીએમ મોદી, અમિત શાહને પડકાર; હૈદરાબાદમાંથી ચૂંટણી લડી બતાવો

0
1926

હૈદરાબાદ – ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે એમની પાર્ટીને હૈદરાબાદમાં કોઈ હરાવી શકે એમ નથી. ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહને પડકાર ફેંક્યો છે કે તેઓ હૈદરાબાદ શહેરમાંથી ચૂંટણી લડી બતાવે.

ઓવૈસીએ એવો દાવો કર્યો છે કે એમની પાર્ટીને ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને પણ હરાવી શકે એમ નથી.

ઓવૈસીએ અગાઉ એવો દાવો કર્યો હતો કે લોકો વડા પ્રધાન મોદીને પાઠ ભણાવવા ઈચ્છે છે.

લોકસભાની ચૂંટણી, જે 2019માં યોજવાનું નિર્ધારિત છે તે વહેલી યોજવાની ઓવૈસીએ ઈચ્છા વ્યક્ત કરી છે.